જયંતિ રવિ ના એક નિવેદનથી અફડાતફડી નો માહોલ, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનો કહેર અમદાવાદ,સુરત અને રાજકોટમાં જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટ શહેરમાં આવ્યા હતા. જયંતિ રવિ એકાએક રાજકોટ પહોંચતા તમામ ચોંકી ઉઠ્યા હતા. રાજકોટ મેડિકલ કોલેજમાં એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ તેમને જોરદાર નિવેદન આપ્યું હતું.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ રાજકોટમાં ઉચ્ચાધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ જ નિવેદન આપ્યું હતું. આ નિવેદન રાજકોટવાસીઓ ની ઊંઘ હરામ કરી શકે છે. જયંતિ રવિએ જણાવ્યું કે,રાજકોટ ગ્રામ્ય માં હજુ પણ કેસ વધવાની સંભાવના ખૂબ જ વધારે છે.કેસ ની સંભાવનાને લઇ બેડ ની તૈયારીઓ કરી નાંખી હોવાની જાહેરાત થતાં જ તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.

જયંતિ રવિએ કહ્યું કે, રાજકોટમાં 900 બેડ હાલમાં ઉપલબ્ધ છે. રાજકોટ શહેરમાં ત્રણ રાઉન્ડ સર્વે પૂર્ણ કરાયો છે. આ ચોંકાવનારું તારણ સામે આવેલ છે.મેડિકલ કોલેજમાં અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કરીને રાજકોટમાં આગામી રણનીતિ પ્રમાણે કામગીરી આરંભી દીધી છે.

તેમણે જણાવ્યું કે, રાજકોટમાં તમામ સોસાયટી, એપાર્ટમેન્ટમાં કોરોના વોલીનતિયર બનાવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*