ફૂલ જેવી ત્રણ વર્ષની માસુમ બાળકી સાતમા માળેથી નીચે પડી ગઈ, બાળકીનું મૃત્યુ – ઓમ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ આપો…

Published on: 4:29 pm, Wed, 3 August 22

મિત્રો હાલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. મુંબઈમાં એક ત્રણ વર્ષની બાળકી બાલકની માંથી નીચે પડતા બાળકીનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ફુલ જેવી દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે બાળકી બાલકનીમાં હતી ત્યારે તેના હાથમાં રહેલો મોબાઇલ છટકીને નીચે પડી ગયો હતો. મોબાઈલ શોધવા માટે માસુમ બાળકી બાલ્કનીની રેલીગ ઉપર ચડી હતી. આ દરમિયાન બાળકી સાતમા માળેથી નીચે પડી હતી.

આ ઘટના બની ત્યારે માસુમ બાળકીની માતા તેની મોટી બહેનને સ્કૂલ બસ સ્ટોપ પાસે છોડવા ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, બાળકીની માતા જ્યારે મોટી બહેનને સ્કૂલ બસ સ્ટોપ પર મૂકવા ગઈ ત્યારે બાળકી ઘરમાં સૂઈ રહી હતી.

ત્યારે તે અચાનક જાગી ગઈ હતી અને પોતાની માતાને શોધવા લાગી હતી. આ દરમિયાન માસુમ બાળકીના હાથમાં પોતાની માતાનો મોબાઇલ આવ્યો હતો. બાળકી મોબાઇલ લઈને બાલકનીમાં ગઈ, ત્યારે મોબાઈલ તેના હાથમાંથી સાતમા માળેથી નીચે પડી ગયો હતો. તેથી માસુમ બાળકે મોબાઈલ લેવા માટે રેલિંગ પર ચડી હતી.

આ દરમિયાન તે સાતમાં માળેથી નીચે પડી હતી. બાળકીનો અવાજ સાંભળીને સિક્યુરિટી ગાર્ડ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા અન્ય લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. બાળકીની માતા ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના પિતા હાલ સિંગાપુર છે. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી, પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આકસ્મિક ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ફૂલ જેવી ત્રણ વર્ષની માસુમ બાળકી સાતમા માળેથી નીચે પડી ગઈ, બાળકીનું મૃત્યુ – ઓમ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ આપો…"

Leave a comment

Your email address will not be published.


*