સાવધાન…! બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી 3 લો-પ્રેસર બનશે, આ તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી…

Published on: 4:00 pm, Wed, 3 August 22

મિત્રો હાલમાં રાજ્યમાં કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે વરસાદે થોડાક દિવસથી વિરામ લીધો છે. ત્યારે 5-6 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. કોલા વેધરના હવામાન મોડેલ જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્યમાં 8 ઓગસ્ટ થી 16 ઓગસ્ટ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

ત્રણ વરસાદી સિસ્ટમ બંગાળનીખાડી માંથી ગુજરાત રાજ્ય તરફ આવશે. જેના કારણે 8 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અનેક જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાના કારણે જળબંબાકાર જેવી સ્થિતિઓ પણ સર્જાઈ શકે છે.

ગુજરાત રાજ્યમાં પાંચ ઓગસ્ટ પછી ફરી એક વખત વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ છે. મળતી માહિતી અનુસાર 7 અને 8 ઓગસ્ટ આજુબાજુ બંગાળની ખાડીમાંથી બનેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવશે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વર્ષ છે.

અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. બીજી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં 11 અને 12 તારીખમાં આવશે. જેના લીધે ગુજરાત રાજ્યમાં 13, 14 અને 15 તારીખમાં અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

ત્યારે 17 તારીખ આજુબાજુ વરસાદની ત્રીજી સિસ્ટમ ગુજરાતમાં આવશે. જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ કાલથી શરૂ થશે. ત્યારબાદ અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમારા બધા માટે ખાસ સુચના : હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં હંમેશા ભારતીય હવામાન વિભાગની સૂચના અને અનુસરવી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાવધાન…! બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી 3 લો-પ્રેસર બનશે, આ તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી…"

Leave a comment

Your email address will not be published.


*