સમાચાર

રોડ ક્રોસ કરી રહેલા 5 વર્ષના માસુમ બાળકને ઝડપી બસ ચાલકે કચડી નાખ્યો… બાળકનું તડપી તડપીને દર્દનાક મોત…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલો 5 વર્ષનો માસુમ બાળક બસની અડફેટેમાં આવી ગયો હતો. ત્યાર પછી બાળક બસની સાથે 100 ફૂટ સુધી રોડ ઉપર ઘસડાયો હતો.

પછી બસ ચાલકે બ્રેક લગાવી દીધી હતી. ત્યારબાદ બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

આ અકસ્માતની ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. સોમવારના રોજ સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ બાળક સ્કૂલેથી પરત ફરી રહ્યો હતો. ત્યારે તેની સાથે આ અકસ્માતની ઘટના બની હતી. મૃત્યુ પામેલા 5 વર્ષના બાળકનું નામ અમૃત હતું.

બાળક સ્કૂલેથી આવ્યા બાદ રોડ ક્રોસ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન જોધપુર તરફ જઈ રહેલી એક ઝડપી બસે બાળકને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બનતા જ નજરે જોનાર લોકોના રુવાડા બેઠા થઈ ગયા હતા.

ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

અમૃતના મોત ના સમાચાર મળતા જ તેના માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે બસની સ્પીડ લગભગ 90 થી 100 ની આસપાસ હશે. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *