રાજકોટમાં ઝડપી ટ્રેક્ટર ચાલકે 19 વર્ષની યુવતીને કચડી નાખી, દીકરીનું કમકમાટીભર્યું મોત… બે ભાઈઓએ એકની એક બહેન ગુમાવી…

Published on: 10:48 am, Tue, 24 October 23

રાજકોટમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. રાજકોટ શહેરના નાણાવટી ચોક નજીક સ્ટલિંગ હોસ્પિટલ સામે ટ્રેક્ટરની અડફેટમાં આવી જતા 19 વર્ષની યુવતીનું ઘટનાસ્થળે મોત થયું છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલી યુવતીનું નામ માધવીબેન અરવિંદભાઈ લકુમ હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. માધવી રાજકોટના રેલનગરમાં લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં એ.કે. બેકરી પાસે એક ક્વાર્ટરમાં રહેતી હતી. મળતી માહિતી અનુસાર માધવી પોતાની બહેનને શાળાએથી લેવા માટે ગઈ હતી.

પછી બંને બહેનો સ્કુટી પર સવાર થઈને સાડા નવ વાગ્યાની આસપાસ સ્ટલિંગ હોસ્પિટલની સામેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળથી આવતા એક ઝડપી ટ્રેક્ટર ચાલકે તેમની સ્કૂટીને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, આ ઘટનામાં માધવીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

આ કારણોસર તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી માધવીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા ગાંધીધામ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. દીકરીના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મૃત્યુ પામેલી માધવી બે ભાઈઓની એકની એક બહેન હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં ઝડપી ટ્રેક્ટર ચાલકે 19 વર્ષની યુવતીને કચડી નાખી, દીકરીનું કમકમાટીભર્યું મોત… બે ભાઈઓએ એકની એક બહેન ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*