સમાચાર

જીમમાં કસરત કરતી વખતે પોલીસ DSPનું હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન… પરિવારના સભ્યોનું હૈયાફાટ રૂદન…

ગુજરાત સહિત સમગ્ર દેશભરના વિવિધ વિસ્તારોમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે.ઘણી એવી ઘટનાઓ તમે સાંભળી હશે જેમાં જીમમાં કસરત કરતી વખતે, ગરબા રમતી વખતે, ડાન્સ કરતી વખતે અથવા તો બેઠા બેઠા લોકોના મોત થયા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં જીમમાં કસરત કરતી વખતે DSPનું હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ નિધન થયું છે. આ ઘટના બનતા જ તેમના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં માતમ છવાઈ ગયો હતો. આ દુઃખદ ઘટના હરિયાણા માંથી સામે આવી રહે છે.

હરિયાણામાં જીમમાં કસરત કરી રહેલા એક ડીએસપી નું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. તેમનું મોત થતાં જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા ડીએસપીનું નામ જોગિન્દર દેસવાલ હતું અને તેઓ પાણીપત જેલમાં ફરજ બજાવી રહ્યા હતા.

રવિવારના રોજ પોતાની ડ્યુટી પૂર્ણ કર્યા બાદ તેઓ દરરોજની જેમ સવારે જિમમાં કસરત કરવા માટે ગયા હતા. જીમમાં કસરત કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણોસર તેમનું મોત થઈ ગયું હતું.

ડીએસપીના મોતના સમાચાર મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ વિસ્તારોમાં જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *