ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વધતા સરકારને ચિંતા જોવા મળી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી એક લાખથી પણ વધારે દર્દીઓએ કોરોના ને માત આપી છે. કોરોના ના વધતા કેસોની વચ્ચે રાજ્ય માટે ખરાબ સમાચાર આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં કાણોદર ગામમાં કોરોના એ દરેકને ઝપેટમાં લીધા હતા.
આ ગામમાં હાલમાં કોરોના ટેસ્ટિંગ કરતા 300 લોકો માંથી 50 લોકો પોઝિટિવ આવતા ગામમાં ખળભળાટ મચી ગયો હતો. કોરોનાના આ સક્રમણ અટકાવવા માટે આખા ગામમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. મહિનાઓ સુધી લોકડાઉન લાગ્યા પછી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા સરકાર ધીરે-ધીરે છૂટ આપી રહી છે.
એટલે હવે લોકોએ પોતાને કોરોના ન લાગે તેની જવાબદારી જાતે જ લેવી પડશે. આ ગામમાં ગામલોકો દ્વારા લેવાયેલો સ્વેચ્છિક લોકડાઉન નિર્ણય એજ ઉપાય છે.
50થી પણ વધારે પોઝિટિવ મળતા ગામ લોકોએ પોતાની સમજણ બતાવીને ગામમાં કોરોના નું સંક્રમણ અટકાવવા સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!