સંસદમાં રવિવારના રોજ કૃષિ સંબંધિત અને વિવાદાસ્પદ ત્રણ બિલ પસાર થઈ જતા નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરીને ભારતના કૃષિ ઇતિહાસમાં રવિવારના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. સંસદમાં મહત્વપૂર્ણ બિલ પસાર થઈ જતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હું મારા મહેનતું અન્નદાતા ને અભિનંદન આપું છું. આ બિલો માત્ર કૃષિક્ષેત્રમાં પરિવર્તન જ નહીં લાવે પરંતુ તેનાથી કરોડો ખેડૂતો સશક્ત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધારે જણાવ્યું કે દાયકાઓ સુધી આપણા ખેડૂત ભાઈ બહેન અનેક પ્રકારના બંધનોમાં જકડાયેલા હતા અને તેમને વચેટિયાઓનો સામનો કરવો પડતો હતો. સંસદમાં પસાર બિલ થી અન્ન દાતાઓને હવે બધાથી આઝાદી મળી ગઈ છે. તેથી ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસોને બળ મળશે અને તેમની સમૃદ્ધિ સુનિશ્ચિત થશે.
આપણા કૃષિ ક્ષેત્રને આધુનિક ટેકનીકની તાત્કાલિક જરૂર છે, કારણ કે તેનાથી મહેનતું ખેડૂતો ને મદદ મળશે. હવે આ બિલો પાસ કરવાથી આપણા ખેડૂતોને ભવિષ્યની ટેક્નોલોજી સુધી સરળ થશે.
તેનાથી માત્ર ઉપર જ નહીં વધે પરંતુ સારા પરિણામો સામે આવશે. આ એક યોગ્ય પગલું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!