ગુજરાત રાજ્યમાં ધો.10 અને 12 ની શાળાઓ આ વિસ્તારોમાં શરૂ નહીં થાય, જાણો કેમ?

Published on: 9:51 am, Sat, 9 January 21

ગુજરાત રાજ્યમાં કોરોના સંકટ ધીરે ધીરે ઘટી રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે અને શાળા ખોલવા માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે ગુજરાત રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોનમાં શાળાઓ ખોલી શકાશે નહીં તો કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોના ગ્રસ્ત પરિવારના બાળકો શાળાએ જઈ શકશે નહિ. ગુજરાત રાજ્યની તમામ શાળાઓએ કેન્દ્રની માર્ગદર્શિકાનું પાલન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજ્યની દરેક શાળાએ માસ્ક, સામાજિક અંતર, સેનીટાઇઝર ના નિયમો પાડવા પડશે તો વિદ્યાર્થીઓ શાળાએ ન આવવા માંગે તો તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ કરી શકાશે નહીં. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં એ શાળાઓને લઈને મોટી જાહેરાત કરી છે.

શાળાએ વિદ્યાર્થીઓને આવતા પહેલા વાલીઓ ની મંજૂરી લેવાની રહેશે અને શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી તેવું રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. સરકારના નિર્ણય મુજબ બંને ધોરણો માટે શાળા શરૂ કરાશે અને.

કેન્દ્રની માર્ગદર્શિકા ના આધારે દરેક લોકોને નિયમોનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે.શાળાઓ ખુલશે છતાં પણ ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓએ શાળામાં માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.

તેમજ કેન્દ્ર સરકારની SOP નું શાળામાં ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે.ગુજરાત રાજ્યમાં ધો.10 અને 12 ની શાળાઓ આ વિસ્તારોમાં શરૂ નહીં થાય.તો તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ કરી શકાશે નહીંં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!