દિલ્હીમાં કડક લોકડાઉન વચ્ચે ખેડૂત આંદોલનને લઈને આવ્યા મહત્વના સમાચાર.

Published on: 3:48 pm, Wed, 21 April 21

દેશમાં હાલમાં ચાલી રહેલ કોરોના નો આંતક અને રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધ વચ્ચે આજરોજ એટલે કે 21 એપ્રિલે પંજાબના હજારો ખેડૂતો ટીકરી સરહદ તરફ કૂચ કરશે. આ તમામ ખેડૂતો ભારતીય કિસાન સંઘ યુનિયનના છે.

સંગઠનના નેતાઓ કહે છે કે આશરે 1650 ગામોના 20000 ખેડૂતો પંજાબની ત્રણ સરહદો પાર કરીને દિલ્હી પહોંચશે.બિકેયુ ઉગ્રહન ના જનરલ સેકેટરી સુખદેવસિંહ કોકરીકલને જણાવ્યું હતું કે.

આમાના 60 ટકા મહિલાઓ હશે કારણ કે પુરુષો હજુ પણ ખેતરોમાં વ્યસ્ત છે, તેથી મહિલાઓએ જવાબદારી લેવી પડશે. આ તમામ બસો,વાન અને ટ્રેક્ટર લઈને ટીકરી બોર્ડર પર પહોંચશે.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ખાનોરી જીંદ સરહદ પર ચાલનારા ચૂંટણી નેતૃત્વ સંસ્થાના પ્રમુખ જોગિન્દર સિંહ ઉગ્રહાન અને મહામંત્રી સુખદેવસિંહ કરશે.

આપને જણાવી દઇએ કે ઉગ્રહાનને માર્ચમાં કોરોના થયો હતો. એપ્રિલના પહેલા અઠવાડિયામાં તે કોરોના થી સ્વસ્થ થયા અને સ્વસ્થ થયા પછી એકવાર સરહદ પર આવી ચૂક્યા છે.

તે જ સમયે સુખદેવ સિંહ ના હાથમાં ફેક્ચર થયું હતું અને ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમની સર્જરી હતી. તેઓ હવે સ્વસ્થ થઈ ગયા છે. જોકે ટીકરી ની કૂચ કરનારા ખેડૂતો મોટાભાગે મહિલાઓ હશે.

પરંતુ બિકેયું ની મહિલા એકમના વડા હરિંદર કોર બિંદુ તે ભાગ નહી લે. દિલ્હીમાં કોરોનાવાયરસ ના કેસો વધતાં રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કર્યું છે ત્યારે ખેડૂતોની દિલ્હી તરફની કૂચ ભારે પડી શકે તેમ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિલ્હીમાં કડક લોકડાઉન વચ્ચે ખેડૂત આંદોલનને લઈને આવ્યા મહત્વના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*