લગ્ન પ્રસંગમાં વધારે લોકો ભેગા ન થાય તે માટે મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યા આ આદેશ, વધુ લોકો એકઠા કરનાર લોકો ચેતી જજો.

Published on: 3:38 pm, Wed, 21 April 21

કોરોના ની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્રની સજ્જતા ની જાત માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજરોજ દાહોદ પહોંચ્યા હતા. અહીં જિલ્લા વહીવટીતંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી આગામી અઠવાડિયામાં 300 પથારી ની સુવિધા ઊભી કરવાની જાહેરાત કરી છે.

દાહોદમાં કોરોના દર્દીઓની સારવાર માટે વધારાની 350 આગામી એક અઠવાડિયામાં વધી જશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં આગામી 25,26 અને 27 ના રોજ મોટા પ્રમાણમાં લગ્ન ગાળો છે.

તેમાં કોવિડ ની એસઓપી નું પાલન થાય તે જોવાની જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ની જવાબદારી સોંપવામાં આવી છે.જો લગ્નમાં વધુ ભીડ એકત્રિત થશે તો જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

અને આ આદેશ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 11403 નવા કેસ નોંધાયા છે.

કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત નિપજયા છે. આ સાથે જ 4179 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધીમાં 3,44,724 દર્દીઓ કોરોના મુકત થયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 5494 લોકોના મોત કોરોના ના કારણે થયા છે અને કોરોના કેસમાં દિવસેને દિવસે ચિંતાજનક ઉછાળો નોંધાય છે તો સાથે સાથે મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્ન પ્રસંગમાં વધારે લોકો ભેગા ન થાય તે માટે મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યા આ આદેશ, વધુ લોકો એકઠા કરનાર લોકો ચેતી જજો."

Leave a comment

Your email address will not be published.


*