સુરતમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણના મામલે, ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ વહીવટી કાર્ય બંધ કરવાના પ્રયાસો…

51

સુરત શહેરમાં ગરબા રમવા મામલે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે ગુજરાત યુનિવર્સિટીમાં આજરોજ ABVP દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર યુનિવર્સિટીના કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પોલીસ કા એજન્ડા સાફ હૈ ગરબા ખેલના પાપ હૈ તેવા નારા લગાવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ABVPના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીના શિક્ષણ અને વહીવટી કાર્ય બંધ કરાવવાના પણ પ્રયાસ કર્યા હતા. મળતી માહિતી અનુસાર કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ ચાલુ હતો તે પણ બંધ કરાવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત ABVPના મહામંત્રીએ જણાવ્યું હતું કે સુરતમાં બે દિવસ પહેલા જે પ્રમાણે વિદ્યાર્થીઓ હાથી કરવામાં આવ્યું છે. તેને લઈને અમે રજૂઆત પણ કરી છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જે વિસ્તારના છે. ત્યાં જ આવો બનાવ બન્યો છે.

અને ગૃહ મંત્રી દ્વારા પણ આ ઘટનાને લઇને કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તે કારણોસર અમે આજ રોજ ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી કાર્યો અને શિક્ષણ બંધ કરાવવા આવી રહ્યા છે. આ ઉપરાંત કહ્યું કે અમે ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી કાર્યને શિક્ષણ બે કલાક સુધી બંધ કરાવી દેશુ.

અને ત્યાર બાદ પણ જો કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આગળ અલગ-અલગ કાર્યક્રમ કરશું. અને જરૂર પડી તો અને વિધાનસભા સુધી પણ વિરોધ કરશે.

આ ઉપરાંત સુરત જેવી સ્થિતિ અમદાવાદ શહેરમાં ન થાય તે માટે વિરોધ કરી રહેલા ABVPના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત એબીવીપીના કાર્યકરો દ્વારા યુનિવર્સિટીના અલગ-અલગ ડિપાર્ટમેન્ટ પર બંધ કરાવવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!