એક પિતરાઇ ભાઇએ ભાઈનો જીવ લઈને, પોતે પણ કુવામાં કુદીને પોતાનું જીવન ટૂંકાવ્યું – જાણો શા માટે કર્યું આવું…

61

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માલશ્રમ ગામની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં એક પિતરાઇ ભાઈએ ભાઈનો જીવ લઈને પોતે પણ કુવામાં કુદી ને પોતાનો જીવ ટૂંકો કર્યો છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનામાં ખેતરમાંથી પાણી કાઢવા માટે મૂકવા બાબતે ત્રણ મહિના પહેલા થયેલી બોલાચાલીના મનદુઃખના કારણે પિતરાઈ ભાઈએ ભાઈને કુહાડીના ઘા ઝીંકીને ભાઈનો જીવ લઇ લીધો હતો.

અને ત્યાર બાદ પોતે પણ કુવામાં કુદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. માલશ્રમ ગામ માં એક સાથે બે પિતરાઇ ભાઇઓના મૃત્યુના કારણે ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર માલશ્રમ ગામમાં રહેતા મહેશગીરી મોહનગીરી ગોસ્વામી તથા હરેશગિરી નરવાઈગિરી ગોસ્વામી બંને કાકા બાપાના પિતરાઈ ભાઈઓ થાય છે. બંને ગામડે એક જ દીવાલે રહેતા હતા. ત્યારે ત્રણ મહિના પહેલા હરેશગિરી પોતાના ખેતરમાં શેઢા પર પાણી કાઢવા માટે પાઇપ મુકાવી રહ્યા હતા.

ત્યારે શેઢા પડોશી પિતરાઈ ભાઈ મહેશગીરી સાથે તેમની માથાકુટ થઇ હતી. તે વાતને લઈને બન્નેને મને દુઃખ થયું હતું. મનદુઃખના કારણે મંગળવારના રોજ સવારે હરેશગિરી પોતાની વાડીએ થી દૂધ લઈને ઘર તરફ પરત જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં મહેશગીરીએ હરેશેગિરીને કુહાડીના ઘા લગાવીને તેમનો જીવ લઇ લીધો હતો.

આ ઘટનાની જાણ થતા ગામના લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ઘટના સ્થળેથી થોડેક દૂર એક કુવા ની બહાર પોલીસને ચંપલ જોવા મળ્યા હતા ત્યારે પોલીસે કુવાની અંદર તપાસ કરી ત્યારે કુવાની અંદર એક મૃતદેહ મળી આવ્યો હતો.

તે મૃતદેહ મહેશગીરીનું હતુ. ત્યારબાદ પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને હરેશગિરીની માતાએ મૃત્યુ પામેલા મહેશભાઈગીરી સામે ફરિયાદ નોંધાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!