મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા ગાંધીનગર ખાતે યોજાશે મહત્વની બેઠક,ખેડૂતોના આ મુદ્દા પર થશે ખાસ ચર્ચા

51

આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની કેબિનેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક દરમિયાન ખેડૂતોના વરસાદ થી થયેલા નુકસાન,100 દિવસના કામના ટાર્ગેટ તેમજ તહેવારો અને ઉત્સવો પર કોરોના માર્ગદર્શિકા ના પાલન પર ચર્ચા કરવામાં આવશે.

ભારે વરસાદના કારણે ખેડૂતો નું નુકસાન થયું છે તે અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સાથે જ કોરોના અંગે પણ મહત્વની ચર્ચા થઇ શકે છે અને આગામી દિવસોમાં કોરોના નિયમોને હળવા કરવા કે વધુ કડક કરવા તે અંગે પણ ચર્ચા થઇ શકે છે.સાથે રસીકરણ અંગે મહત્વની ચર્ચા ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબરના રોજ ભાજપના નેતાએ ખેડૂત પર કાર ચઢાવી દીધી હતી.જેમાં 4 ખેડૂતોના મોત નિપજ્યા હતા. આ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે લખીમપુર ખીરી માં ખેડૂતો એક અંતિમ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. જેમાં આવેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે માંગણી કરી હતી કે આ સમગ્ર ઘટના માટે જવાબદાર કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા અને તેનો પુત્ર આશિષ મિશ્રાને તાત્કાલિક જેલભેગા કરવામાં આવી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!