સુરતમાં જીવ ટૂંકો કરનાર માતા અને દીકરીના કેસમાં પતિ સહિત 4 લોકો સામે ગુનો દાખલ, સાસરીયાવાળાઓ મહિલાને એવું કહેતા હતા કે – સાંભળીને તમારો પણ બાટલો ફાટી જશે…

Published on: 12:52 pm, Wed, 18 May 22

સુરત શહેરમાં 8 મેના રોજ દયાળજી બાગ પાસે તાપી નદીમાંથી એક મહિલા અને એક બાળકીનો મૃતદેહ દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટના બન્યા બાદ પોલીસે ફાયર વિભાગની ટીમની મદદથી મહિલા અને બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

મૃત્યુ પામેલી મહિલાની ઓળખ દિપાલીબેન સાગરભાઇ અને મૃત્યુ પામેલી 2 વર્ષથી દીકરીની ઓળખ ક્રિશાની તરીકે થઈ હતી. એકસાથે માતા અને દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી દીપાલીના પિતાએ સાસરીયાના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર સાસરીયાવાળાઓ મૃત્યુ પામેલી દિપાલીને કહેતા હતા કે, તું કાળી(શ્યામ) છો મારા દીકરા સાથે શોભતી નથી. મળતી માહિતી અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ કરાડ રોડ પર પ્રયોશા પાર્ક ખાતે રહેતા સાગર ભાઈની 26 વર્ષીય પત્ની દિપાલી 6 તારીખના રોજ 2 વર્ષની દીકરી સાથે અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગઈ હતી.

8 મેના રોજ રાંદલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રિવર વ્યુ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલ માતા અને દીકરીનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બન્યા બાદ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર દિપાલી અને સાગરના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીપાલીના પિતાએ જણાવ્યું કે, દિપાલી તેના સાસરીયાના સભ્યો સાથે ખુશ ન હતી. મળતી માહિતી અનુસાર દિપાલીના પિતાએ વધુમાં જણાવ્યું કે, દિપાલીનો પતિ સાગર, સાસુમા, સસરા અને નણંદ રસોઈ બનાવવાની બાબતમાં સતત દિપાલીને ટોણા લગાવતા હતા.

આટલું જ નહીં પરંતુ દીપાલીને કહેતા હતા કે, તું કાળી(શ્યામ) છો મારા દીકરા સાથે ગાડી પર બેસીને જાય તો તું શોભતી નથી. એટલું જ નહીં પરંતુ દિપાલીને લગ્ન બાદ એકલી પિયર વાળા સાથે વતન પણ મોકલતા ન હતા. આ લોકોના ત્રાસથી દિપાલીએ આ અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં જીવ ટૂંકો કરનાર માતા અને દીકરીના કેસમાં પતિ સહિત 4 લોકો સામે ગુનો દાખલ, સાસરીયાવાળાઓ મહિલાને એવું કહેતા હતા કે – સાંભળીને તમારો પણ બાટલો ફાટી જશે…"

Leave a comment

Your email address will not be published.


*