3 બાળકો પિતા વગરના થઈ : બાઇક પર જઇ રહેલા બે યુવકોને બોલેરો કાર લગાવી જબરદસ્ત ટક્કર, એક યુવકનું મૃત્યુ…

Published on: 12:28 pm, Wed, 18 May 22

અલવર નજીક બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક કાર ચાલકે બાઈકને ટક્કર લગાવી હતી, આ કારણોસર બાઈક પર સવાર યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે બાઈક પર પાછળ બેઠેલા અન્ય એક યુવકને ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મૃત્યુ પામેલો યુવક અને ઇજાગ્રસ્ત થયેલો યુવક બંને રામગઢના અલવાડા પાસે માનકી ગામના રહેવાસી છે. મળતી માહિતી અનુસાર આજીદ ખાન અને આદિલ ખાન બાઈક પર MIA જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક બોલેરો કારે તેમની બાઇકને ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં આજીદ ખાનનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે આદિલ ખાન ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, આ ગંભીર અકસ્માતની ઘટના મંગળવારના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ બંને યુવકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં એક યુવકને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક યુવકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. મૃત્યુ પામેલા યુવકની ત્રણ બાળકો છે. યુવકના મૃત્યુના કારણે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃત્યુ પામેલો યુવક MIAમાં એક ફેક્ટરીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "3 બાળકો પિતા વગરના થઈ : બાઇક પર જઇ રહેલા બે યુવકોને બોલેરો કાર લગાવી જબરદસ્ત ટક્કર, એક યુવકનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*