વ્યારા-ઉનાઇ રોડ ઉપર નોકરી પર જઈ રહેલા પોલીસ કર્મીને ટ્રકે લીધા અડફેટેમાં, પોલીસ કર્મીનું કરૂણ મૃત્યુ – બે દીકરાઓ પિતા વગરના થઈ ગયા…

Published on: 2:34 pm, Wed, 18 May 22

ગુજરાતમાં અકસ્માતના બનાવો ઘટવાનું નામ જ નથી લઈ રહ્યા, દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધતી જ જાય છે. ત્યારે વ્યારાના બામણામાલા નજીક ગામની સીમમાંથી પસાર થતા વ્યારા-ઉનાઇ રોડ ઉપર ગઈકાલે સવારે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે.

આ અકસ્માતની ઘટનામાં સવારના સમયે ઘરેથી નોકરી પર જવા નીકળેલા પોલીસ કર્મીને અજાણ્યા વાહને અડફેટેમાં લીધા હતા. ગંભીર રીતે ઇજા પહોંચવાના કારણે પોલીસ કર્મીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. અકસ્માતની ઘટનામાં વાલોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા 32 વર્ષીય રણજીત જશવંતભાઈ ગામીતનું મૃત્યુ થયું છે.

રણજીતભાઈ ગઈ કાલે સવારે GJ 26 D 2162 નંબરની પોતાની સી.બી.ઝેડ બાઈક લઈને ગડત ગામથી વાલોડ પોલીસ સ્ટેશનમાં નોકરી પર જવા માટે નીકળ્યા હતા. ત્યારે વ્યારા-ઉનાઇ રોડ ઉપર પુરપાટ ઝડપે જતાં ટ્રકે રણજીતભાઈ ની બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં રણજીતભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ મૃત્યુ પામેલા રણજીતભાઈના પિતા જશવંતભાઈ ની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલા રણજીતભાઈને બે બાળકો છે. રણજીતભાઈનું એક છોકરો 6 વર્ષનો અને બીજો છોકરો 4 વર્ષનો છે.

રણજીતભાઈ ના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવાર આર્થિક રીતે ભાંગી પડયું હતું. કારણ કે પરિવારમાં રણજીતભાઈ એક માત્ર કમાનાર વ્યક્તિ હતા. આ ઘટના બનતા જ રણજીતભાઈના પરિવારજનો અને પોલીસ મથકમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વ્યારા-ઉનાઇ રોડ ઉપર નોકરી પર જઈ રહેલા પોલીસ કર્મીને ટ્રકે લીધા અડફેટેમાં, પોલીસ કર્મીનું કરૂણ મૃત્યુ – બે દીકરાઓ પિતા વગરના થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*