સુરતના મોટા વરાછા વિસ્તારમાં જીવ લઈ લેવાની એક ઘટના સામે આવી છે. સુરતના મોટા વરાછા ભડીયાદરા ફાર્મ હાઉસ નજીક બે માથાભારે યુવકો દ્વારા એક બાઈક સવાર ખેડૂત પર ધારદાર હથિયાર વડે પ્રહાર કરીને ખેડૂત નો જીવ લઈ લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બંને યુવકો એ મળીને 35 વર્ષીય ખેડૂત હિતેશભાઈ પટેલનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર હિતેશભાઈ પોતાની પત્નીની બહેનપણીની 9 વર્ષની પુત્રીને બાઈક પર લઈને કૂતરાઓને જમવાનું આપવા માટે નીકળ્યા હતા.
પરંતુ રસ્તામાં તેમની સાથે આ ઘટના બની હતી. આ ઘટના બન્યા બાદ માસુમ બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ મોડી સાંજે બની હતી.
મળતી માહિતી અનુસાર હિતેશભાઈ પર હરી ભરવાડ સહિત ત્રણ જણાવો ધારદાર હથિયાર વડે પ્રહાર કર્યો હતો. અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટનામાં હિતેશભાઈ ના પગ, કમર, ઘુટણ સહિત શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતા હિતેશભાઈ ના પત્ની ચંપાબેન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને હિતેશભાઈ ને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ડોક્ટર હિતેશભાઈને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતા હિતેશભાઈ ના બહેન જયાબેન પટેલ પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઇને જયાબેનને હરી ભરવાડ સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!