ભાજપના આ દિગ્ગજ નેતાની વાડીમાંથી ઝડપાયો 8 લાખ નો દારૂ

Published on: 5:01 pm, Fri, 19 November 21

એકવાર ફરીથી ગીર સોમનાથ જિલ્લો દારૂ માટે બદનામ થયો છે. ગીર સોમનાથના તાલાલા ગીરમાં ભાજપના અગ્રણી અરવિંદ બાબુ રામોલિયાની વાડીમાંથી આઠ લાખનો દારૂ ઝડપાયો છે.જેમાં કહેવાય છે કે ધાવા સુવા ગામની સીમમાં વાડીમાં દારૂ રાખવામાં આવ્યો હતો.

પોલીસે દારૂ ઝડપી પાડયો છે અને બાતમીના આધારે પોલીસે વાડીમાં દરોડા પાડયા હતા.પોલીસ 164 પેટી દારૂ સાથે વાડીના માલિક અરવિંદ ધરપકડ કરી છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ સાથે જ કાયદા વ્યવસ્થાની સ્થિતી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

મહત્વનું છે કે પોલીસે જે વાડીમાં રેડ કરી હતી તે વાડી ભાજપના નેતા અરવિંદ ની હતી.દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગેની વિગતો જાણવા પોલીસે કવાયત હાથ ધરી છે.બીજી બાજુ આ ઘટનામાં કુખ્યાત બુટલેગર પણ ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે તેમજ નેતાની પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની તસવીર પણ સામે આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપના આ દિગ્ગજ નેતાની વાડીમાંથી ઝડપાયો 8 લાખ નો દારૂ"

Leave a comment

Your email address will not be published.


*