ધોળકા નજીક કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 5 લોકોના મૃત્યુ, 3 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 9:49 am, Sat, 20 November 21

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે અત્યાર સુધીમાં કેટલાય નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે ધોળકા નજીક બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 5 લોકોના કરૂણ મૃત્યુ થયા છે અને 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ખંભાતનો એક પરિવાર પાલીતાણા ની પરિક્રમા કરીને ઘર તરફ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત થયું હતું. કાર અને ટેન્કર વચ્ચે ટક્કર એટલી જબરદસ્ત થાય કે કારનો આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

હાલમાં તો અકસ્માતમાં ઈજા ગ્રસ્ત લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર પરિવારની કારનું અકસ્માત ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે થયું હતું. અકસ્માતમાં પાંચ લોકોના કરૂણ મૃત્યુ થયા છે.

જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જગત લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

આ અકસ્માત કોની ભૂલના કારણે થયું છે તેનું કોઇ કારણ સામે આવ્યું નથી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં પરિવારના સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધોળકા નજીક કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 5 લોકોના મૃત્યુ, 3 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*