સુરેન્દ્રનગરમાં ભાડુઆતે મકાન માલિક અને તેભાડુઆતેની પત્નીની કરી નાખી એવી હાલત કે…પત્નીનું કરુણ મૃત્યુ…જાણો સમગ્ર ઘટના વિગતવાર

Published on: 7:13 pm, Sat, 20 August 22

આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરીશું જેમાં સુરેન્દ્રનગરમાં ભાડુંઆતે મકાનમાલિક અને તેની પત્ની ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. જેમાં મકાન માલિકની પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને મકાન માલિકની સારવાર ચાલુ છે . આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

વિસ્તૃતમાં જણાવીશ તો જોરાવર નગરના મેઇન ચોકની બાજુમાં રહેતા અને ધોબી કામ કરતાં પરીવારના યુવાન અને તેની પત્નીને ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં પત્નીનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે મકાન માલિક અને તેની પત્ની ઉપર પ્રહાર કરનાર આરોપી ભાડઆત ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. વાત જાણે એમ છે કે ધોબી પરિવારના હર્ષિલભાઈ પરમાર ખાનગી ઓફિસમાં નોકરી કરવાની સાથે પત્ની જ્યોતિબેન સાથે મળીને લોકોના કપડા ઇસ્ત્રી કરવાનો વ્યવસાય કરી રહ્યા છે.

ઓ જૂનું મકાન જોરાવર નગર મેળના ચોકની બાજુમાં અંદરની ગલીમાં આવેલું છે. ત્યાં અન્ય પાંચ જેટલા વર્ષો જૂના ભાડુઆત પણ રહે છે, બધા એક પરિવારની જેમ રહેતા હતા. અમુક એવી પૈસાની લેતી દેતીમાં જ ઝઘડો થયો હતો.

જેમાં બંને વચ્ચે તકરાર વધી જતા પ્રહાર થયો હતો અને શીતળા સાતમના દિવસે જ આરોપી અનિલ કુબેરભાઈ ચૌહાણ મકાન માલિકના ઘરમાં ઘૂસે છે અને મકાન માલિક અને તેની પત્ની ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરે છે.

સમગ્ર ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે પત્નીને મૃત જાહેર કરી હતી. જ્યારે પતિની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટનાના દિવસે મોડી સાંજે આરોપીને ઝડપી પાડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરેન્દ્રનગરમાં ભાડુઆતે મકાન માલિક અને તેભાડુઆતેની પત્નીની કરી નાખી એવી હાલત કે…પત્નીનું કરુણ મૃત્યુ…જાણો સમગ્ર ઘટના વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*