સુરતમાં એક બાળકની માતાએ જીવનનો અંતિમ વિડીયો બનાવીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જુઓ સુસાઇડ પહેલાનો વિડીયો…

woman suicide by making a video in Surat: સુરતમાં બનેલી વધુ એક સુસાઇડની(Surat Suicide) ઘટના સામે આવી રહી છે. સુરતના ઈચ્છાપોર ગામ(Ichapore village) સ્થિત જયરાજ સોસાયટીમાં રહેતી એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી(woman suicide) લીધું હતું. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલી મહિલાના પરિવારજનોએ તેના સાસરીયાઓ ઉપર આક્ષેપ કર્યા છે કે તેઓ દીકરીને માનસિક અને શારીરિક તાસ આપતા હતા. આ મામલે પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પતિ સહિત ચાર લોકો વિરુદ્ધ નોંધ્યો છે.

જાણવા મળી રહ્યું છે કે મહિલાએ સુસાઇડ જેવું મોટું પગલું ભરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા આપઘાત માટે પોતાના પતિને જવાબદાર ગણાવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ બિહારના મધુબની જિલ્લાની વતની અને હાલ ઈચ્છાપુર ગામ સ્થિત જયરાજ સોસાયટીમાં રહેતી 29 વર્ષની મહિલા નીતુબેન દીપકભાઈ ચૌધરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

નીતુબેન આઈ ટી કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પતિ અને એક દીકરા સહિત પરિવારને આર્થિક રીતે મદદ પણ કરતા હતા. નીતુબેનના પતિ દીપકભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા હતા. સોમવારના રોજ નીતુબેને રાત્રિના સમયે પોતાના ઘરે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ ઘટનાની જાણ થતા જ ઇચ્છાપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પછી નીતુબેનના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને નીતુબેન ના ભાઈ એ જણાવ્યું કે, બહેન ના લગ્ન છ વર્ષ પહેલા સામાજિક રીતીરિવાજ મુજબ થયા હતા.

લગ્નના થોડાક સમય બાદ બહેનો પતિ દીપક, સસરા, સાસુ, દિયર, નણંદ, નણદોઈ સહિતના સાસરિયાઓ દ્વારા નાની નાની બાબતમાં બહેનને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના દીકરાએ જણાવ્યું કે, સૌપ્રથમ પિતા સાથે મેગી ખાધી હતી. ત્યારબાદ માતાને લઈને પિતા ઉપરના માળે ગયા હતા.

ત્યાં માતાનું ગળું દબાવીને પિતાએ માતાનો જીવ લઈ લીધો અને પછી માતાને સાડીથી લટકાવી દીધી હતી. ત્યારબાદ પિતા દરવાજો બંધ કરીને બારીમાંથી બહાર નીકળી ગયા હતા. આવો આક્ષેપ મૃત્યુ પામેલી મહિલાના દીકરાએ પોતાના પિતા ઉપર લગાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*