સુરત શહેરમાં સંચા ખાતામાં ઘૂસીને એક વ્યક્તિએ બંદૂક બતાવીને કરી લૂંટ – લુંટેરો થયો CCTV કેમેરામાં કેદ

31

સુરત શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતમાં બમરોલી હરિઓમ-1 ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના એક ખાતામાં ઘૂસીને એક અજાણ્યા શખ્શે બંદૂક બતાવીને ખાતામાંથી 53 હજાર રૂપિયા રોકડા, મોબાઈલ અને બાઈક ની લૂંટ કરીને ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો.

આ ઘટના બનતા જ પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. લૂંટારો લૂંટ કરવા આવતો હતો તે સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. આ ઉપરાંત વિપુલભાઈ નામના વ્યક્તિના ખાતા માંથી આ લૂંટ થઈ હતી.

વિપુલભાઈ અમૃતભાઈ પટેલે કહ્યું કે તેઓ સોમવારના રોજ કારીગર નો પગાર રોકડા ઘરેથી ખાતે લઇ ગયા હતા. લગભગ સાંજના સમયે એક અજાણ્યો શખ્સ હિન્દી ભાષામાં વાત કરતો કરતો વિપુલભાઈના કેબિનમાં આવ્યો હતો. અને તે વ્યક્તિએ વિપુલભાઈ ના કેબિનમાં પૂછીને સીધી પોતાની બંદૂક માંથી બહાર કાઢી હતી.

અને ખાના માં પડેલા 53 હજાર રૂપિયા રોકડા, વિપુલભાઈનું પાકીટ જેમાં 4000 રૂપિયા રોકડા હતા, આ ઉપરાંત એક મોબાઇલ અને ખાતાની બહાર પડેલી GJ 05 E 3893 નંબરની બાઈક લઈને ત્યાંથી ભાગી ગયો હતો.

મળતી માહિતી અનુસાર લૂંટારો બ્લુ કલર નું જેકેટ અને પેન્ટ કથા જેકેટ નીચે સફેદ કલરનો શર્ટ પહેરીને આવ્યો હતો. હિન્દી ભાષા બોલતો હતો. આ ઉપરાંત તેને પોતાના મોઢા પર આર્મી કલર નું માર્ક્સ પણ કર્યું હતું.

વિપુલભાઈ સાથે આ ઘટના બની ત્યારે તેઓએ તાત્કાલિક આ ઘટનાને લઇને પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં પોલીસે લુટેરા ને પકડવા માટે નાકાબંધી કરી દીધી હતી. ઘટના બની તેનો ઘણો સમય થઈ ગયો છે છતાં પણ હજુ લુટેરા ની કોઈ ખબર સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!