રાજ્યના ખેડૂતો અને ખેલૈયાઓ માટે માઠા સમાચાર,રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી

52

રાજ્યમાં અરબ સાગર માં રહેલો ભેજ હજી વરસાદ ખેંચી લાવે તેમ છે. નવરાત્રીના દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થઇ ગયું છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી આંશિક અસર યથાવત રહેશે.ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે.

અમદાવાદ સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકામા વરસાદથી ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા હતા ત્યારે અમદાવાદમાં હજુ પણ વરસાદના ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનમાં 96 ટકા વરસાદ પડી ગયો છે.હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં વરસાદની સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!