મેહુલ બોઘરા પર થયેલા જીવલેણ પ્રહારના સમર્થનમાં ધનજી પાટીદારે સરકારને આડે આથી લઈને, ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પર કરી એવી વાત કે…જુઓ વિડિયો

Published on: 1:14 pm, Mon, 22 August 22

સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા પર TRBના સાજન ભરવાડ દ્વારા જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં મેહુલ બોઘરા સમર્થકો રોડ પર ઉતરી આવ્યા હતા.

મોટી સંખ્યામાં લોકો તેમને સમર્થન આપી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં મહેતા ધનજી પાટીદારે પણ આ મામલે બે દિવસ અગાઉ ફેસબુક લાઇવ કરીને મેહુલ બોઘરા પર થયેલા જીવલેણ પ્રહારના મામલે સરકારને આડે હાથ લીધી હતી.

સરકારને આડેહાથ લઈને ધનજી પાટીદારે ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી વિરુદ્ધ અભદ્ર ભાષામાં વાત કરી હતી. વિડીયો વાયરલ થયા બાદ મહેસાણા સાઇબર ક્રાઇમે ધનજી પાટીદાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જોકે ફરિયાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કે ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી.

આ પહેલા ધનજી પાટીદાર હાર્દિક પટેલના પોસ્ટર પર કાળી શાહી લગાવીને ચર્ચામાં આવ્યા હતા. ત્યારે મેહુલ બોઘરા પર થયેલા જીવલેણ પ્રહારને લઈને હવે ફરી એક વખત ધનજી પાટીદાર ચર્ચામાં આવ્યા છે.

ધનજી પાટીદારે લગભગ બે દિવસ પહેલા ફેસબૂક પર લાઈવ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના વિરુદ્ધમાં અભદ્ર ભાષામાં વાત કરી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ મહેસાણા સાયબર ક્રાઇમે ધનજી પાટીદાર વિરુદ્ધ આઇટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

પોલીસની ફરિયાદ અનુસાર ધનજી પાટીદાર “અમે તો બોલશું” નામના પેજ પર લાઈવ થયા હતા. ત્યારબાદ તેમને લાયો થઈને અભદ્ર ભાષામાં વાતો કરી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ ધનજી પાટીદાર વિરુદ્ધ કલમ 153(ખ), 294, 504 અને આઈટી એક્ટ કલમ 67 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મેહુલ બોઘરા પર થયેલા જીવલેણ પ્રહારના સમર્થનમાં ધનજી પાટીદારે સરકારને આડે આથી લઈને, ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પર કરી એવી વાત કે…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*