અરે બાપ રે આ શું…! રીક્ષા ચાલકે હાઈવે ક્રોસ કરવા માટે લગાવ્યો એવો જુગાડ કે…વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…

Published on: 12:45 pm, Mon, 22 August 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર જુગાડના વિડીયો જોતા હશો. અમુક લોકો પોતાનું કામ સરળ બનાવવા માટે એવો જુગાડ કરતા હોય છે કે જે જોઈને આપણે પણ વિચારમાં પડી જતા હોઈએ છીએ. અને જ્યારે કોઈ પણ પ્રકારનો જુગાડ લગાવવાનું નામ આવે ત્યારે આપણા દેશનું નામ પ્રથમ આવે છે.

આપણા દેશના લોકો દેશી જુગાડ કરીને ગમે તેવા મુશ્કેલ કામને સરળ બનાવી દે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક જુગાડનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સતત વાહનોથી અવરજવર રહેતો મુંબઈ-અમદાવાદ હાઈવે પાર કરવા માટે એક રીક્ષા ચાલકે ફુટ ઓવરબ્રિજ પર રિક્ષા ચલાવી છે.

હાલમાં આ રીક્ષા ચાલક નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા જ પોલીસે રિક્ષા ચાલકને પકડવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક અધિકારીએ શુક્રવારે સ્થાનિક મીડિયા સાથે આ માહિતી શેર કરી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, વીડિયો જોયા બાદ એવું લાગી રહ્યું છે કે આવું મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં થયું છે. હાઈવે ક્રોસ કરવા માટે રીક્ષા ચાલકે ફુટ ઓવરબ્રિજનો ઉપયોગ કર્યો હતો. રીક્ષા ચાલકે ફુટ ઓવરબ્રિજ પર રિક્ષા ચલાવીને હાઈવે ક્રોસ કર્યો હતો.

નીચે ઉભેલા કોઈ વ્યક્તિએ આ વિડીયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો. ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે રિક્ષાચાલકની પકડવાની કાર્યવાહીઓ શરૂ કરી દીધી છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે આ શું…! રીક્ષા ચાલકે હાઈવે ક્રોસ કરવા માટે લગાવ્યો એવો જુગાડ કે…વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*