રાજકોટમાં સાસુએ પુત્રવધુ માટે દીકરા જેવો જમાઈ શોધીને પુત્રવધુના લગ્ન કરાવ્યા, વાંચો પાટીદાર પરિવારનો સુંદર કિસ્સો…

Published on: 6:27 pm, Wed, 24 August 22

આજે આપણે એક હૃદય દ્રાવક ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક રાજકોટનું પરિવાર જેમાં કોરોનાએ પિતા અને પુત્રની છીનવ્યા. જેના લીધે સાસુએ પુત્રવધુ માટે દીકરા જેવો જમાઈ શોધી ફરીવાર તેનો સંસાર બનાવ્યો ત્યારે હાલના સમયમાં પણ આ કિસ્સાએ સૌ કોઈને પ્રેરણા રૂપ બનાવી દીધા છે. અત્યારે કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.

અત્યારે હાલ પણ રાજકોટ થી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. પટેલ સમાજમાં ભામાશા તરીકે ઓળખ ધરાવનાર પ્રવીણભાઈ પામર અને હંસાબેન ભાભર કે જેમને ત્યાં એક ખૂબ જ હૃદય દ્રાવક ઘટના બની હતી. વાત જાણે એમ છે કે પ્રવીણભાઈ પામરની પુત્રી એકતા ના લગ્ન 2011માં મીતાબેન અને ચંદુભાઈ કોટડીયા ના ત્યાં એકના એક દીકરા સાથે થયા હતા.

પરંતુ કોરોના જેવા કપરા સમયમાં એકતા બેનના પતિ સમ્રાટ ભાઈ અને સસરા ચંદુભાઈ કે જેઓ 15 દિવસના અંતરે જ દુઃખદ અવસાન પામ્યા હતા. જેને લઈને પરિવાર સાવ સુનો બની ગયો હતો. પરિવારમાં પંદર દિવસના અંતરે જ બે વ્યક્તિના મોત થઈ જવાતી ખૂબ જ શોકનો માહોલ છવાઈ ગયો હતો અને આવી દુઃખદ ભરી પરિસ્થિતિમાં પુત્ર વધુ એકતા અને તેમના સાસુ-મિતાબેન પર શું વીતી હશે તેનો તો અંદાજ ઉપર ના લગાવી શકાય.

એવામાં જ જો વાત કરવામાં આવે તો ઘરના બે મોભી એક જ સાથે 15 દિવસના અંતરમાં અવસાન પામ્યા હોવાથી પરિવારમાં હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. જો વાત કરવામાં આવે તો એકતા બેનને બે બાળકો એટલે કે ગ્રીષ્ઠા અને દ્વિજ.એ બંને ખૂબ જ નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી અને દાદાના પ્રેમની હું પણ ગુમાવી દીધી.

દીકરી સમાન વહુને પણ પોતાના જીવનમાં એકલું જીવવું ન પડે અને બાળકોને પણ પિતાની છત્રછાયા મળી રહે. એવા હેતુસર એકતા ના સાસુ દ્વારા એકતાના બીજા લગ્ન કરવાનો નક્કી કરવામાં આવ્યું અને આ અંગે વાત કરતા મીતાબેને જણાવ્યું કે એકતા માટે એવા વ્યક્તિની પસંદગી કરવાની કે જેને લઈને દીકરીના સાસરિયામાં પણ રહે અને દીકરીના સાસુની સંભાળ પણ રાખે. આવા માં સમાન સાસુ બનીને મીતાબેને સમાજમાં પ્રેરણા રૂપ બનીને વાત કરતા જણાવ્યું છે કે સમાજમાંથી એક એવા યુવકની શોધ કરો કે જેનાથી પરિવાર ભર્યો ભર્યો થઈ જાય.

તેથી ગોંડલના રહેવાસી કાંતાબેન મહેશભાઈ આસોદરિયાના એન્જિનિયર પુત્ર એવા રવિ સાથે એ એકતાના લગ્ન નક્કી કરવામાં આવ્યા અને 17 ઓગસ્ટના રોજ એકતા અને રવિ બંને ફરીથી લગ્ન જીવનમાં જોડાયા ત્યારે એ એકતાના મમ્મી પૂરા સમાજ માટે એક પ્રેરક રૂપ બન્યા. રવિના સાસુ-મિતાબેન અને પત્ની એકતા સાથે રહી તેમનો પરીવાર ખૂબજ સારી રીતે ચાલી રહયો છે.એટલું જ નહીં પરંતુ વ્યવસાય પણ તે જ સંભાળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં સાસુએ પુત્રવધુ માટે દીકરા જેવો જમાઈ શોધીને પુત્રવધુના લગ્ન કરાવ્યા, વાંચો પાટીદાર પરિવારનો સુંદર કિસ્સો…"

Leave a comment

Your email address will not be published.


*