પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ, ત્રણ કાર અને એક વ્યક્તિને અડફેટેમાં લીધો…જુઓ રુવાટા ઉભા કરી દેનારો વિડિયો…

Published on: 10:29 am, Thu, 25 August 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે હસતો ખેલતો પરિવાર વિકરાઇ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં ઉપાડ ઝડપે આવી રહેલા ટ્રકે ત્રણ કાર અને એક વ્યક્તિને અડફેટેમાં લીધો હતો.

જેના કારણે તે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.

આ ગંભીર અકસ્માતની ઘટના થોડાક દિવસ પહેલા પઠાણકોઠને અડીને આવેલા હિમાચલના ડમટાલમાં બની હતી. અહીં ટન લેતી વખતે રસ્તા પર પૂરતા ઝડપે આવી રહેલા ટ્રકની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે ટ્રક પલટી ખાઈને સામે ઊભેલી કાર અને દુકાન સાથે અથડાયો હતો. આ દરમિયાન ટ્રકે એક વ્યક્તિને પણ અડફેટેમાં લીધો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં ટ્રકે ત્રણ કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી. જેના કારણે એક કારની બાજુમાં ઉભેલો વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. કારણકે ટ્રકની ટક્કરના કારણે કાર તે વ્યક્તિ સાથે અથડાઈ હતી. રુવાટા ઉભા કરી દેનારી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અકસ્માતની ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ રોડની બાજુમાં કારની ડીકી ખોલીને કારની બાજુમાં ઉભો છે. આ દરમિયાન ત્યાંથી એક વ્યક્તિ હાલીને પસાર થતો જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ બેકાબુ બનેલો ટ્રક પલટી ખાઈને કારને જબરદસ્ત ટક્કર લગાવે છે.

આ દરમિયાન કારની બાજુમાં ઉભેલો વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે ત્યાંથી પસાર થયેલો વ્યક્તિ યોગ્ય સમયે ત્યાંથી ભાગી ગયો તેથી તેનો જીવ બચી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ, ત્રણ કાર અને એક વ્યક્તિને અડફેટેમાં લીધો…જુઓ રુવાટા ઉભા કરી દેનારો વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*