રાજકોટમાં એક વ્યક્તિએ પોતાના 5 વર્ષની માસૂમ બાળકીને ‘ઉપરના માળે રમાડવા જાઉ છું’ તેમ કહીને, ગળાફાંસો ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી…

67

રાજ્યમાં આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટના જીવ ટૂંકો કરવાની એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના નવા થોરાળાના વણકર વાસમાં રહેતા રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કામદાર રાત્રે ભોજન કરીને પોતાની પાંચ વર્ષની બાળકીને જમવા લઈ ગયો હતો અને ત્યાં તે વ્યક્તિએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

આ અંગે પોલીસને જાણ થતાં થોરાળા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર સુરેશભાઇ રામભાઇ ખીમસુરીયા નામના એક વ્યક્તિના ઘરે ગઈ કાલે મહેમાન આવ્યા હતા.

સુરેશ ભાઈ બહેનની સાથે જમ્યા બાદ પોતાની પાંચ મહિનાની દીકરીને લઇને ઘરના પર નામ આવે રમાડવા જાઉ છું અને ત્યારબાદ તેઓએ ઉપરના માળે ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના બની ત્યારે પડોશીએ બારીમાંથી રડતી બાળકીને જોઈ અને યુવાનને લટકતી હાલતમાં જોયો ત્યારે પડોશીએ તાત્કાલિક આ સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા અને 108ને બોલાવી હતી. યુવાનને મૃત જાહેર કરી દેવામાં આવ્યો ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા સુરેશભાઈ ના માતા કામ કરતા હતા તે માટે સુરેશભાઈને પણ સફાઈ કામદાર તરીકે નોકરી મળી ગઇ હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સુરેશભાઈને બે જુડવા દીકરીઓ છે.

સુરેશભાઈ પાંચ બહેનો વચ્ચે એકના એક ભાઈ હતાં. સુરેશભાઇના મૃત્યુથી સમગ્ર પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. સુરેશભાઈ આ પ્રકારનું પગલું શા માટે ભર્યું તેની હજુ કોઈ પણ જાણકારી સામે આવી નથી અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!