રૂપાણીના ગઢમાં ભાજપનું ઠન ઠન ગોપાલ, આ બે બેઠક પર કોંગ્રેસની જીત…

Published on: 2:39 pm, Tue, 5 October 21

રાજકોટ જિલ્લાની પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે બે બેઠક પર ભાજપના ગઢમાં ગાબડુ પડયું. કોંગ્રેસે સાણથલી અને શિવરાજપુર આ બેઠક ભાજપને કારમો પરાજય આપ્યો છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવતી હોવાના કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયાને આ બેઠક ની જવાબદારી સોંપી હતી.

પરંતુ બંને બેઠક માંથી એક પણ બેઠક પર ભાજપ આવ્યું નથી. કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં ગાબડું પડયું છે. ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત કોંગ્રેસના હાથમાંથી સાણથલી અને શિવરાજ પુરા ની બેઠક આંચકી ન શકી.

આ ઉપરાંત મહેસાણા ની વાત કરીએ તો મહેસાણા માં થયેલી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો વિજય મેળવ્યો છે. મહેસાણામાં વોર્ડ નંબર 11 માં ફાલ્ગુની બેનને 1900 મતથી અને વડનગર પાલિકા વોર્ડ નંબર 7માં દર્શનાબેન સોની 517 મતથી પોતાની જીત મેળવી છે.

આ ઉપરાંત દ્વારકાની ઓખા નગરપાલિકામાં ભાજપની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 9 નંબરના વોર્ડની 36 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી 34 બેઠકો પર પોતાની જીત મેળવી છે.

અને અન્ય બે બેઠક પર કોંગ્રેસે પોતાની જીત મેળવી છે. આ ઉપરાંત મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક પર કોંગ્રેસના નટવરજી મકવાણાએ 215 મતથી વિજેતા બન્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રૂપાણીના ગઢમાં ભાજપનું ઠન ઠન ગોપાલ, આ બે બેઠક પર કોંગ્રેસની જીત…"

Leave a comment

Your email address will not be published.


*