પિપલોદમાં ટેન્કર ચાલકે બાઈક સવાર બે યુવકોને લીધા અડફેટેમા, બાઈક સવાર બંને યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ…

Published on: 11:04 am, Thu, 9 September 21

અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ અત્યાર સુધીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે તેવી જ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પીપલોદ પાસે ઇન્દોર-અમદાવાદ હાઇવે ઉપર ટેન્કર અને બાઇક વચ્ચે ટક્કર જતા અકસ્માત સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર ઇન્દોર-અમદાવાદ હાઇવે ઉપર ટેન્કર ચાલકે મધ્યપ્રદેશના બે બાઇક ચાલકોને અડફેટેમાં લીધા હતા તેના કારણે બાઈક સવાર બંને યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

અકસ્માત દરમિયાન ટેન્કર પણ પલટી ખાઈ ગયું હતું અને બાઈકને ટક્કર લગાવીને દૂર ફેંકી દીધી હતી. મળતી માહિતી મુજબ રાજરામ બદરી ડામર તથા રાજુ ગલિયા ખેરવાલ પોતાની MP 11 NB 5386 નંબરની પોતાની બાઈક લઈને ઇન્દોર-અમદાવાદ હાઇવે ઉપર પસાર થઈ રહ્યા હતા.

ત્યારે ટેન્કર ચાલકે બંને બાઇક સવારને ટક્કર લગાવી હતી અને અકસ્માતમાં બાઇક પર સવાર બંને યુવકોના મૃત્યુ થયા હતા. મળતી માહિતી મુજબ અકસ્માત રાત્રે 1.45 વાગ્યાની આસપાસ બન્યું હતું.

પિપલોદ ગામ પાસે બાયપાસ રોડ ઉપર જીજે 24 એક્સ 0854 નંબરના ટેન્કર ચાલકે ફુલ ઝડપમાં બાઈક સવાર યુવકોને ટક્કર મારી હતી. અકસ્માત દરમિયાન ટેન્કર પલટી ખાઈ ગયું હતું.

અકસ્માતમાં બાઇકસવાર બંને યુવકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ટેન્કર ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો પોલીસ દ્વારા અજાણ્યા ટેન્કર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પિપલોદમાં ટેન્કર ચાલકે બાઈક સવાર બે યુવકોને લીધા અડફેટેમા, બાઈક સવાર બંને યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*