જસદણના નવાગામમાં ભરબપોરે એક સાથે બે બાળકો પર પડી વીજળી, બંને બાળકોના થયા મૃત્યુ…

Published on: 11:28 am, Thu, 9 September 21

રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ભારે પવન અને વીજળી સાથે વરસી રહ્યો છે. ત્યારે જસદણ તાલુકાની એક દુઃખદાયક ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર જસદણ તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં બે બાળકો પર વીજળી પડતા મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરના સમયે જસદણમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો.

ત્યારે નવાગામમાં વાડી વિસ્તારમાં સુનિલ દાવરા ઉંમર 15 વર્ષ અને તેની સાથે અરુણ થાઈરીયા ઉંમર 12 વર્ષના બે મિત્રો એક વાડી થી બીજી વાડી તરફ જઈ રહ્યા હતા.

ત્યારે તેમની પર વીજળી પડી હતી અને તે બંને બાળકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

ત્યારબાદ બંને બાળકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે 108 મારફતે જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને બાળકોના મૃત્યુની પરિવારજનોને ખબર પડતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

ગામડામાં પણ શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. વરસાદના કારણે વીજળી પડવાની ઘટનાઓ વધી રહી છે. જ્યારે ગોંડલમાં પણ એક મકાન પર લાગેલા સોલર પેનલ પર વીજળી પડી હતી. પરંતુ તે ઘટનામાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું ન હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જસદણના નવાગામમાં ભરબપોરે એક સાથે બે બાળકો પર પડી વીજળી, બંને બાળકોના થયા મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*