આજકાલ અકસ્માતની ઘટનાઓ રાજ્યમાં દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ અત્યાર સુધીમાં પોતાનો જીવ ગુમાવ્યો હશે. ત્યારે હાલમાં એક ખૂબ જ દુઃખ દાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પરના પડાણા પાટીયા પાસે બપોરના સમયે એક અકસ્માત સર્જાયું હતું.
અકસ્માતમાં બે સગા ભાઈઓ એ કૂતરાને બચાવવા માં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા બંને ભાઈઓ પડાણાના સરપંચ ના ભત્રીજા થતાં હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ પામેલા રાજદીપસિંહ ભરતસિંહ ઝાલા જેમના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હતો.
મળતી માહિતી મુજબ આ આ ઘટના થોડાક સમય પહેલા નીચે પરંતુ એક કુતરા નો જીવ બચાવવામાં બે ભાઈઓ એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આને જ સાચી માનવંતા કહેવાય છે.
જ્યારે અકસ્માત થયું ત્યારે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને ઘરમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ઉપરાંત અકસ્માતની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને ભાઈઓ માંથી એકનું નામ રાજદીપસિંહ ઝાલા અને મૃત્યુ પામેલા બીજા ભાઈનું નામ પૃથ્વીરાજસિંહ ઝાલા હતું. રાજદીપસિંહ અને પૃથ્વીરાજસિંહ સહિત કુલ ત્રણ ભાઈઓ છે જેમાંથી બે ભાઈઓના અકસ્માતના કારણે મૃત્યુ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!