પાલનપુરમાં પતિ થી રિસાઈને પત્ની પિયર જતી રહી, ત્યાર બાદ પતિએ પુત્રીને ફેંકી દીધી કૂવામાં…

Published on: 12:34 pm, Sat, 11 September 21

પાલનપુરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અમીરગઢના થળા ગામમાં રહેતા પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતા પત્ની પિયર જતી રહી હતી. ત્યારબાદ પતિ પિયરિયામાં જઈને કહે છે કે મારી દીકરી આપી દો તેમ કરીને તે પોતાની 12 માસ ની દીકરી ને ત્યાંથી લઈને નીકળી જાય છે.

ત્યારબાદ પિતાએ જ તેની દીકરીને નજીકના કુવામાં ફેંકી દીધી. આ ઘટના બન્યા બાદ બાળકીને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં હાલમાં બાળકીની સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ ઉર્મિલાબેન ચૌહાણ અને તેમના પતિ વચ્ચે માથાકૂટ થઇ હતી. તેના કારણોને ઉર્મિલાબેન રિસાઈ ને તેમના દરિયામાં જતા રહ્યા હતા.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના શુક્રવારની છે. પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ થતા ઉર્મિલાબેન તેની 12 માસની દીકરીને લઈને પિયરમાં જતાં રહ્યા હતા.

ત્યાર બાદ પતિ રમેશભાઈ ચૌહાણ અને કહ્યું કે મને મારી દીકરીને આપી દો ત્યારબાદ તેઓ ત્યાંથી પોતાની દીકરીને લઈને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ એક કલાક પછી જાણવા મળ્યું કે તેના પિતાએ બાળકીને કૂવામાં ફેંકી દીધી છે.

તેથી બાળકીની માતા અને તેના બનેવી સહિત બાળકીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઇને ઉર્મિલાબેન પાલનપુર તાલુકાના પોલીસ મથકમાં રમેશભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!