સુરતના ગોડાદરામાં આવેલા રાજ ટેક્સ્ટાઇલ માર્કેટ પાસે એક કાર રોડ સાઈડની ગ્રીલ સાથે અથડાતાં પલટી ખાઈ ગઈ…

72

રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સુરતની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના ગોડાદરામાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટ નજીક ફુલ ઝડપથી દોડતી એક કાર અચાનક પલટી ખાઇ ગઇ હતી.

મળતી માહિતી અનુસાર કાર રોડ સાઈડ ની ગ્રીલ સાથે અથડાતાં પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. રાત્રી કર્ફ્યુ હોવાના કારણ મોટી ઘટના થતા બચી ગઇ હતી.

આસપાસના લોકોએ જણાવ્યું કે અકસ્માત શા માટે થયું તેનું કોઇ કારણ સામે આવ્યું નથી. મળતી માહિતી મુજબ કાર ચાલક કાર ઘટનાસ્થળે મુકી ને ત્યાંથી ભાગી ગયો હતો.

આ સમગ્ર ઘટનાને ગોડાદરામાં પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. મળતી માહિતી મુજબ કારચાલક દારૂ પીને કાર ચલાવતો હોય તેવી ચર્ચા ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ ગોડાદરામાં આવેલા રાજ ટેક્સટાઇલ નજીક એક કાર ફૂલ ઝડપમાં આવતી હતી અને ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રોડની સાઇડની ગ્રીલ માં ટક્કર લગાવી હતી તેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!