18 મુસાફરોથી ભરેલી બોલેરો કાર અને બસ વચ્ચે થઈ ટક્કર, અકસ્માત દરમિયાન 4 મહિલાઓના મૃત્યુ, 10 લોકો ઈજાગ્રસ્ત

Published on: 2:17 pm, Sat, 11 September 21

આજકાલ અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ઘણીવાર અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે રાજસ્થાનના બાડમેરને એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાડમેરના શુક્રવારના રોજ મોડી રાત્રે રોડવેજ અને બોલેરો કાર ટક્કર થતા અકસ્માત સર્જાયું હતું.

અકસ્માત દરમિયાન 4 મહિલાઓના મૃત્યુ થયા અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસ અને બોલેરો એટલી જોરદાર ટક્કર થઈ હતી કે બોલેરો નો પાછળ નો ભાગ લગભગ 200 મીટર દૂર પડી ગયો.

અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્ત લોકોને જિલ્લાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ બસ માત્ર ચારથી પાંચ લોકો સવાર હતા. આ અકસ્માતમાં બસમાં સવાર ચાર થી પાંચ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.

જ્યારે અકસ્માત થયું ત્યારે બોલેરો કારમાં 18 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત દરમિયાન ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા જેમાં પ્રાથમિક તપાસમાં અનુસાર મહિલાઓ ના નામ સામે આવ્યા છે.

જેમાં એકનું નામ સરિતા, વાલી દેવી, ભવરી દેવી, પપ્પુ દેવી નામની મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું. આ ઉપરાંત બોલેરો કારમાં સવાર એક મહિલાએ જણાવ્યું કે અમે બધા અમારા ગામ તરફ વળી રહ્યા હતા.

તે દરમિયાન અમારી બોલેરો કાર અને બસ વચ્ચે અકસ્માત થયું હતું. અકસ્માતમાં ચાર મહિલાઓના મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "18 મુસાફરોથી ભરેલી બોલેરો કાર અને બસ વચ્ચે થઈ ટક્કર, અકસ્માત દરમિયાન 4 મહિલાઓના મૃત્યુ, 10 લોકો ઈજાગ્રસ્ત"

Leave a comment

Your email address will not be published.


*