બનાસકાંઠામાં ટ્રેનની અડફેટમાં આવતા 18 વર્ષના એક યુવકનું મૃત્યુ…

67

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. મોટાભાગના અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે. ત્યારે અમરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામ પાસેની એક વખત મારણની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ ઇકબાલગઢ ગામે રેલવે પટરી ક્રોસ કરતા એક યુવક ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો અને તેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતા રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ગામે મનોજ બજાણીયા નામનો 18 વર્ષનો એક યુવક રેલવે પટરી ક્રોસ કરી રહ્યો હતો.

તે દરમિયાન ઝડપથી આવતી ટ્રેને યુવકને અડફેટેમાં લીધો હતો. તેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત ની જાણકારી રેલવે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!