સુરતના આ પાટીદાર યુવકે સમાજમાં જાગૃતતા લાવવા માટે, પોતાની લગ્નની કંકોત્રીમાં એવું લખાણ લખાવ્યું કે… આખા ગુજરાતમાં થઈ રહી છે તેમની વાહ વાહ…જાણો કંકોત્રીમાં એવું તો શું છે…

Published on: 1:34 pm, Fri, 3 February 23

હાલમાં ગુજરાત રાજ્યમાં ચારેય બાજુ લગ્નની સીઝન ચાલી રહી છે. આજકાલ લોકો લગ્નને યાદગાર બનાવવા માટે લગ્નની અંદર મોંઘો મોંઘો ખર્ચો કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી લગ્નમાં અલગ અલગ પ્રકારની અનોખી કંકોત્રી છપાવવાનો અને લગ્ન પહેલાં અનોખું પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

આજકાલ લગ્નની કંકોત્રીની અંદર સમાજમાં જાગૃતતા લાવવા માટેના સંદેશો છપાવવામાં આવે છે. ત્યારે હાલમાં સુરતના એક પાટીદાર યુવકે છપાવેલી લગ્નની કંકોત્રીની ચર્ચા ચારેય બાજુ ચાલી રહે છે. સુરતના આ પાટીદાર યુવકને તો તમે બધા ઓળખતા જ હશો.

મિત્રો ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા અને ઓલપાડ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડનાર ધાર્મિક માલવયાને તો તમે જરૂર ઓળખતા હશો. ધાર્મિક માલવયાના લગ્નની કંકોત્રી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ધાર્મિક માલવયાના લગ્ન કોર્પોરેટર હિરપરા સાથે નક્કી થયા છે. બંને સૌરાષ્ટ્ર પટેલ સમૂહ લગ્નમાં લગ્ન કરવાના છે.

ત્યારે તેમને પોતાની લગ્નની આમંત્રણ પત્રિકામાં સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. ધાર્મિક માલવયાએ જણાવ્યું કે, હાલના સમયમાં યુવાનો વ્યસન કરતા કરતા ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે. ઉપરાંત લોકોમાં હજુ પણ ટ્રાફિક નિયમોની જાગૃતતાનો અભાવ છે, આ ઉપરાંત ઓનલાઈન ફ્લેટ ફોર્મના બેફામ ઉપયોગના કારણે ઘણા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે.

અને આવા મોટેભાગના ગુનાઓ પોલીસના ચોપડે નોંધાતા પણ નથી. સાયબર ક્રાઈમ નથી બચવા શું કરી શકાય, સરકારની ગાઇડલાઇન્સ શું છે અને ડ્રગ્સ જેવા નસીલા કદાચથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તે તમામ વિગતો ધાર્મિક માલવયાએ પોતાની લગ્નની કંકોત્રીમાં છપાવી છે.

સરકારની ગાઇડલાઇન્સ શું છે વગેરે બાબત પર ખૂબ જ ડિટેલમાં કંકોત્રીની અંદર સમજાવવામાં આવ્યું છે. સમાજમાં આ તમામ મુદ્દાઓને લઈને જાગૃતતા આવે તે માટે ધાર્મિક માલવયાએ કંકોત્રીની અંદર આ તમામ મુદ્દાઓ વિશે વિગતવાર માહિતી આપી છે. મિત્રો આ અનોખી કંકોત્રી વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના આ પાટીદાર યુવકે સમાજમાં જાગૃતતા લાવવા માટે, પોતાની લગ્નની કંકોત્રીમાં એવું લખાણ લખાવ્યું કે… આખા ગુજરાતમાં થઈ રહી છે તેમની વાહ વાહ…જાણો કંકોત્રીમાં એવું તો શું છે…"

Leave a comment

Your email address will not be published.


*