ખજૂરભાઈ પછી હજારો ગરીબોના પાલનહાર પોપટભાઈની થઈ ગઈ સગાઈ, બંનેની જોડી આટલી સુંદર લાગે છે કે જાણે… જુઓ પોપટભાઈ અને તેમના મંગેતરની તસ્વીરો…

Published on: 3:07 pm, Fri, 3 February 23

મિત્રો તમે બધા સુરતના સમાજસેવક પોપટભાઈને તો જરૂર ઓળખતા હશો. પોપટભાઈ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે. અત્યાર સુધીમાં પોપટભાઈ પોતાના સેવાકીય કામથી હજારો ગુજરાતીઓના દિલ જીતી લીધા છે. મિત્રો તમને જણાવી દઈએ કે પોપટભાઈ હંમેશા રસ્તા ઉપર રખડતા અને ગરીબ લોકોની મદદ કરે છે.

પોપટભાઈ અત્યાર સુધીમાં સેકડો ગરીબ અને જરૂરિયાત મંદ લોકોના જીવન બદલી નાખ્યા છે. પોપટભાઈને જ્યારે રસ્તા પર કે કોઈ અન્ય જગ્યા પર કોઈ પણ ગરીબ વ્યક્તિ દેખાય તો પોપટભાઈ તાત્કાલિક તેમની મદદ કરવા માટે પહોંચી જાય છે અને તેમનું દુઃખ દૂર કરે છે. મિત્રો તમને જણાવી દઈએ કે પોપટભાઈ ફાઉન્ડેશન ચાર કરોડના ખર્ચે સોશિયલ મીડિયા આશ્રમ ઊભું કરવા જઈ રહ્યું છે.

હાલમાં તો આ આશ્રમ બનવાની કામગીરી ચાલુ છે. રોડ ઉપર રખડતા લોકોને અહીં રાખવામાં આવશે અને અહીં તેમની સારી રીતે શાળા સંભાળ રાખવામાં આવશે અને તેમને જમવાનું પણ આપવામાં આવશે. મિત્રો પોપટભાઈ આહીરના સેવાકીય કામના કારણે હજારો લોકો તેમનાથી પ્રભાવિત થયા છે.

હાલમાં તો પોપટભાઈના ચાહકો માટે એક ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂર ભાઈની સગાઈ થઈ ગયા બાદ હવે પોપટભાઈની પણ સગાઈ થઈ ગઈ છે. પોપટભાઈ આહીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના સગાઈના ફોટા શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Popatbhai Ahir (@popatbhai_ahir)

પોપટભાઈની સગાઈના ફોટા જોઈને ચાહકો તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. બંનેની જોડી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. પોપટભાઈ આહીરના મંગેતર પણ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. પોપટભાઈ આહિરે લગભગ એક વાગ્યાની આસપાસ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની સગાઈના ફોટા શેર કરીને તેમના ચાહકોને આ વાતની જાણકારી આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખજૂરભાઈ પછી હજારો ગરીબોના પાલનહાર પોપટભાઈની થઈ ગઈ સગાઈ, બંનેની જોડી આટલી સુંદર લાગે છે કે જાણે… જુઓ પોપટભાઈ અને તેમના મંગેતરની તસ્વીરો…"

Leave a comment

Your email address will not be published.


*