રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વડોદરા શહેર નજીક આવેલી નંદેસરી ચોકડીથી નંદેસરી ગામ તરફ જવાના રસ્તા પર એક અકસ્માત થયું છે. મળતી માહિતી મુજબ એક શિક્ષક નંદેસરી ગામના બાળકોને ટ્યુશન ક્લાસ બનાવીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.
શિક્ષકનું નામ પરિમલ ઠક્કર છે. જ્યારે શિક્ષક નંદેસરી ગામ થી નંદેસરી ચોકડી તરફ જઈ રહ્યા હતા. જ્યારે રસ્તો ખરાબ હોવાના કારણે તેઓ ટેન્કરની નીચે આવી ગયા હતા અને તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.
ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા પરિમલ ઠક્કરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રસ્તો ખરાબ હોવાના કારણે સમગ્ર અકસ્માત સર્જાયો હતો. આ રસ્તાને લઈને આજુબાજુના ગામના સરપંચો અને આગેવાનોએ નોટિફાઇડ એરિયા ના અધિકારીને જાણ પણ કરી હતી.
પરંતુ નોટિફાઇડ એરિયા ના અધિકારીઓ ખરાબ રસ્તાને લઈને કોઈપણ પ્રકારના પગલાં ભર્યાં ન હતાં. ખરાબ રસ્તાના કારણે એક નિર્દોષ શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
ત્રણ મહિના પહેલા પણ વડોદરા નજીક આવેલા નંદેસરી પોલીસની પીસીઆર વાહને બાઇક સવાર બે યુવકને ટક્કર લગાવી હતી અને બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!