છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે ચાર જગ્યાએ કાર તણાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે ગઈ કાલે રાજકોટમાં એક i20 કાર વરસાદી પાણીમાં તણાય ગઈ હતી. મળતી માહિતી મુજબ i20માં 5 લોકો સવાર હતા.
જ્યારે કાર તણાઈ ત્યારે એક વ્યક્તિને સલામત રીતે કારમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ત્યારે અંદર બેઠેલા બે વ્યક્તિઓની શોધખોળ શરૂ હતી. ત્યારે આજે 6:00 થી પોરબંદર નેવી ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન i20 મળી હતી.
મળતી માહિતી મુજબ કાર 500 મીટર દૂર કાદવમાં ફસાઇ ગયેલી હતી. ઉપરાંત કારમાંથી પેલિકન ફેક્ટરીના માલિક કિશનભાઇ શાહ મૃતદેહ મળી આવ્યું હતું.
મળતી માહિતી મુજબ કિશનભાઇ શાહ, તેમના ડ્રાઇવર અને અન્ય ત્રણ વ્યક્તિઓ સવારે i20કાર માં છાપરા ગામે આવેલી પોતાની પોતાની ફેક્ટરી તરફ જવા નીકળ્યા હતા. ત્યારે તેઓ આણંદપર-છાપરા ગામે આવેલા બેઠેલા પુર પર પહોંચ્યા ત્યારે ત્યાં ફૂલ ઝડપે માં પાણી વહી રહ્યું હતું.
ત્યારે ડ્રાઈવરે આગળ જવાની ના પાડી હતી છતાં પણ કિશનભાઇ શાહે કાર આગળ ચલાવવાનું કહ્યું હતું જેના કારણે કારમાં બેઠેલા બે વ્યક્તિઓ ત્યાં જ ઉતરી ગયા હતા ત્યારબાદ ડ્રાઈવરે કાર આગળ વધારી હતી.
જ્યારે કાર આગળ વધી ત્યારે કાર પાણીમાં તણાવા લાગી ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ કારમાં બેઠેલા એક વ્યક્તિને બચાવી લીધો હતો. પરંતુ કિશનભાઇ શાહ અને તેમના ડ્રાઇવર કારની સાથે જ તણાઈ ગયા હતા. એમાંથી આજે સવારે કિશનભાઇ મૃતદેહ ગાડી માંથી મળી આવ્યું છે ડ્રાઈવર હજુ પણ લાપતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!