મહારાષ્ટ્રમાં અમરાવતીમાં બોટ પલટી ખાઈ જતા એક સાથે એક જ પરિવારના 11 લોકો ડુબીયા, 3 લોકોના મૃત્યુ, 8 લોકો લાપતા

103

મહારાષ્ટ્રમાં બોટ પલટી ખાઇ જવાથી મોટી દુર્ઘટના બની છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના અમરાવતી માં બોટ પલટી ખાઇ જવાથી 11 લોકો નદીમાં ડૂબ્યાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર રેસ્ક્યુ ટીમને હજુ ત્રણ લોકોના મૃતદેહો મળ્યા છે.

હજુ પણ 8 લોકો લાપતા છે અને રેસ્ક્યુ ટીમ તેની શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના અમરાવતીમાં વર્ધા નદીમાં આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ આ ઘટનાને લઈને તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ એક પરિવાર સવારે દસ વાગ્યાની આસપાસ વિધિ માટે કોર્ટમાં જઈ રહ્યું હતું ત્યારે અચાનક બોટ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 11 લોકો નદીમાં ડૂબ્યા હતા.

મળતી માહિતી મુજબ આ ઘટનાની જાણ થતા પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય દેવેન્દ્ર ઘટનાસ્થળે પહોંચી આવ્યા. આ ઉપરાંત ઘટનાની જાણ થતા રેસ્ક્યુ ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

આવી જ એક ઘટના ગયા અઠવાડિયે આસામમાં બની હતી. આસામમાં બે બોટ વચ્ચે ટક્કર થતા એક બોટ પાણીમાં ડૂબી ગઈ હતી.

જેમાં 80 થી પણ વધારે લોકો નદીમાં ડૂબ્યા હતા. મોટાભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને એક મહિલાનું તે ઘટનામાં મૃત્યુ થયું હતું. તે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!