IPLમાં ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ જબરદસ્ત થ્રો લગાવીને સ્ટમ્પ્સ તોડી નાખ્યા, તૂટી ગયેલા સ્ટમ્પ્સની કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

Published on: 4:59 pm, Wed, 20 April 22

IPL 2022 ને લઈને ફરી એકવાર ધમાકેદાર સમાચાર સામે આવ્યા છે. આઈ.પી.એલની ૨૪મી મેચ ચાલી હતી. તે દરમિયાન રાજસ્થાન રોયલસ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. આ દરમિયાન બીસીસીઆઇ ને નુકસાન ભોગવવાનો વારો પણ આવ્યો હતો. ચાલો, વાત કરીએ આ મેચ વિશે….

રાજસ્થાન રોયલસ સામેની મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સના કેપ્ટને ખેલાડી સંજુ સેમસનને રન આઉટ કરવા માટે થ્રો ફેંક્યો હતો જેના કારણે સ્ટેમ્પ બે ભાગમાં વહેંચાઇ ગયો હતો તેના કારણે બીસીસીઆઇની મોટું નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે.

આ સ્ટેમ્પના સેટની કિંમત એક બે લાખ નહિ પરંતુ ૩૫થી ૪૦ લાખ રૂપિયાની છે… આ સ્ટમ્પ તૂટતાં ની સાથે બીસીસીઆઇની ટીમમાં પણ ચિંતાની લહેર જોવા મળી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ સ્ટમ્પ ની કિંમત ટીમની મેચની ફી બરાબર છે. આ ઉપરાંત ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ આ જ સ્ટમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સમગ્ર મેચ ની વાત કરીએ તો, ગુજરાત ટાઇટન્સ નો પ્લેયર જે કેપ્ટનશીપ પણ નિભાવી રહ્યો છે. તેણે રાજસ્થાન રોયલ્સની સામે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત તે મેન ઓફ ધ મેચ પણ રહ્યો હતો .આ મેચમાં તેનો ઉત્સાહ અને સારું એવું નેતૃત્વ જોઈને સૌ કોઈ આનંદમાં આવી ગયા હતા.

ત્યારે આ મેચ દરમિયાન ઉત્સાહમાં આવીને તેણે BCCI માટે ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. તમને જણાવી દઈએ કે, LED સ્ટમ્પ ની શોધ ઓસ્ટ્રેલિયાના બ્રોંટ એકરમેને કરી હતી. ત્યારબાદ 2013 માં બિગ બેસ લીગ દરમિયાન તેનો આ આઈડિયા તેણે વેચ્યો હતો અને T-20 માં પણ તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "IPLમાં ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ જબરદસ્ત થ્રો લગાવીને સ્ટમ્પ્સ તોડી નાખ્યા, તૂટી ગયેલા સ્ટમ્પ્સની કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*