સુરત સીટી કોલોનીમાં રહેતા 11 વર્ષના માસુમ બાળકનું સ્કૂલ બસમાં કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના…

Published on: 4:50 pm, Wed, 20 April 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ સવારે ગાઝિયાબાદના મોદી નગરમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. આ ઘટનામાં ધોરણ 4 માં ભણતા એક માસૂમ બાળકનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર સ્કૂલ બસમાં બેઠેલા બાળકનું સ્કૂલ બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે કરૂણ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર સ્કૂલ બસમાં રસ્તામાં બાળકની તબિયત બગડે છે. ત્યારે બાળક બારીમાંથી માથું બહાર કાઢીને ઉલટી કરતો હોય છે. આ દરમિયાન બસનો ડ્રાઈવર અચાનક બેદરકારીપૂર્વક વળાંક લે છે. આ કારણોસર બાળકનું માથું એક લોખંડના ગેટ સાથે અથડાય છે. આ ઘટનામાં બાળકનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયું હતું.. ઘટના બન્યા બાદ ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર મોદીનગરમાં સુરત સીટી કોલોનીમાં નિતીન ભાઈ, પોતાની પત્ની નેહા, પોતાનો પુત્ર અનુરાગ અને પુત્રી અંજલી સાથે રહે છે. મળતી માહિતી અનુસાર 11 વર્ષીય અનુરાગ દયાવંતી પબ્લિક સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. અનુરાગે સ્કૂલ બસથી અવર-જવર કરતો હતો.

ત્યારે બુધવારના રોજ લગભગ સવારે સાત વાગ્યાની આસપાસ અનુરાગ સ્કૂલ બસમાં બેસીને સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં અનુરાગની તબિયત બગડે છે અને તેની ઉલટી થવાનું શરૂ થઇ જાય છે. ત્યારે ઉલટી કરવા માટે અનુરાગ બારીમાંથી માથું બહાર કાઢીને ઉલટી કરતો હોય છે. આ દરમિયાન બસનો ડ્રાઈવર સ્કૂલ તરફ આવતા રોડ પર પુરપાટ ઝડપે વળાંક લે છે.

આ કારણોસર અનુરાગનું માથું લોખંડના દરવાજા સાથે અથડાય છે. અનુરાગે જોરથી બૂમો પાડતાં જ બસ ડ્રાઈવરે બસ રોકી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અનુરાગનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં અનુરાગના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને માતા-પિતા દોડતા દોડતા સ્કૂલે પહોંચી આવ્યા હતા. દીકરાના મૃતદેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને પોલીસે બસ ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ કરી લીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત સીટી કોલોનીમાં રહેતા 11 વર્ષના માસુમ બાળકનું સ્કૂલ બસમાં કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*