પીકઅપ વાહન પલ્ટી ખાઈ જતા સર્જાયો ગંભીર અકસ્માત, પરિવારના 11 લોકોના મૃત્યુ – એક જ ગામમાં 11 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 5:27 pm, Wed, 20 April 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે, જેમાં એક જ ક્ષણમાં આખો હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પરિવારના 11 સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઘટનાના પગલે ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર પરિવાર અડધી વિસર્જન કરીને પીકઅપ વાહનમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં ગંભીર અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર ગિરધારી લાલ યાદવનું 14 દિવસ પહેલા કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર ગિરધારી લાલ યાદવના ત્રણ પુત્રો હતા.

સુમેર, કમલેશ અને કૈલાશ. આ અકસ્માતની ઘટનામાં સુમેર, તેની પત્ની, બે દીકરાઓના મૃત્યુ થયા છે. આ ઉપરાંત અકસ્માતમાં સુમેરના ભાઈ કૈલાશનું પણ મૃત્યુ થયું છે. જ્યારે અકસ્માતમાં કમલેશ, તેની પત્ની ઉષા, દીકરો રિતિક અને દીકરી પ્રિયંકા ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ બપોરે એક પીકઅપ વાહન અચાનક પલટી ખાઇ ગયું હતું. મળતી માહિતી અનુસાર એક પરિવાર મૃત્યુ પામેલા ગિરધારી લાલ યાદવની અસ્થિ વિસર્જન માટે ગયું હતું. મળતી માહિતી અનુસાર અસ્થિ વિસર્જન કરીને પીકઅપ વાહનમાં પરિવારને 18 સભ્યો પરત ફરી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં અચાનક પિકઅપ વાન પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પરિવારના 11 સભ્યોના કરૂણ મૃત્યુ થયા હતા. મળતી માહિતી અનુસાર પરિવારની 22 વર્ષીય દીકરી દીપિકા એકલી જ ઘરે હતી. દીપીકા કોલેજ ગઈ હતી. જ્યારે દીપિકા કોલેજથી પરત ફરી ત્યારે ગામના લોકોએ દીપિકાને જણાવ્યું કે, તારો આખો પરિવાર રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે.

આ વાત સાંભળીને દીકરી દીપિકા બેભાન થઈ ગઈ હતી. સાંજે બધાના મૃતદેહને ગામડે લાવવામાં આવ્યા હતા. એક જ ગામમાં 11 લોકોના મૃત્યુ થતા આખા ગામ અને પરિવારજનો માતમ છવાઇ ગયો હતો. એક સાથે ગામમાં 11 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પીકઅપ વાહન પલ્ટી ખાઈ જતા સર્જાયો ગંભીર અકસ્માત, પરિવારના 11 લોકોના મૃત્યુ – એક જ ગામમાં 11 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*