ધરતીપુત્ર-કૃષિ

ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર : 1 કિલો લીંબુના ભાવમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો, જાણો લીંબુના ભાવ…

આજે આપણે વાત કરીશું તો લીંબુના ભાવની કે જે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે લીંબુના ભાવ ચાર સુધી પહોંચી શકશે. ખાસ વાત કરીએ તો છેલ્લા પંદર દિવસથી લીંબુ નો ભાવ ખૂબ જ મોટી માત્રામાં વધી રહ્યો છે. ત્યારે કહી શકાય કે ઉનાળાની સીઝન આવતાની સાથે જ અચાનક લીંબુના ભાવ માં ભડકો થયો છે. અને ભાવ આસમાને પહોંચ્યા છે. ઉનાળાની સીઝન ચાલી રહી છે, લીંબુની માંગ પણ બજારમાં એટલી જ હોય છે.

ત્યારે વાત કરીએ તો પહેલા અઠવાડિયાની અંદર લીંબુના ભાવ 400 રૂપિયાની આસપાસ હતો. ત્યારે જો લીંબુની નીચલી સપાટી ની વાત કરીએ તો 200 રૂપિયા સુધીની આસપાસ જોવા મળી હતી. ઉનાળાની સીઝન ચાલતી હોય અને લીંબુના ભાવ આવી રીતે આસમાને ચઢે તો સ્વાભાવિક છે કે મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલી પડે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર લીંબુ ની આયાત કરવામાં આવી રહી છે.

ત્યારે ઘણા બધા રાજ્યોમાં એટલે કે મહારાષ્ટ્ર અને મદ્રાસ તેમજ દક્ષિણ ભારતમાં પણ લીંબુની માંગ વધી છે. તેવામાં ગુજરાતના માર્કેટીંગ યાર્ડની અંદર લીંબુની આવક ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહેશે, ત્યારે હાલના દિવસોમાં જોવા જઈએ તો લીંબુના ભાવ માં થોડા પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. અને માર્કેટીંગ યાર્ડોમાં પણ લીંબુ ની માત્રા જરુર પ્રમાણે વધી રહી છે. ત્યારે લીંબૂના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

એવામાં લીંબુના ભાવ ઘટી રહ્યા છે તેમ પણ લાગી રહ્યું છે. ત્યારે સૌ પ્રથમ તો ગૃહિણીઓ ખુશખુશાલ થતી જોવા મળી રહેશે કારણકે લીંબુના ભાવમાં ઘટાડો થવાથી તેની માંગ વધી છે. જે લીંબુ 400 રૂપિયા કિલો ખરીદવા માટે જતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. લીંબુના ભાવ હાલના દિવસોમાં અંદાજે 150 રૂપિયાથી લઇને 200 રૂપિયા સુધી કિલો વેચવામાં આવી રહ્યા છે, ત્યારે છૂટક માર્કેટમાં લીંબુની ક્વોલિટી મુજબ અલગ અલગ પ્રમાણમાં વેચાઇ રહ્યા છે.

માર્કેટીંગ યાર્ડની અંદર લીંબુના ભાવ અલગ-અલગ હોય છે, ત્યારે ધીમે ધીમે તેમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. અને વાત કરીએ તો લીંબુ નો ભાવ 400 રૂપિયા સુધી પહોંચ્યો હતો,ત્યારે તેની માંગ ઘટી હતી અને લીંબુની ખેતી કરનારા ખેડૂતો કે જે મોટી પ્રમાણમાં જથ્થો માર્કેટિંગ યાર્ડ માં ધકેલી દેતા હતા. એવામાં જ વૃક્ષ ઉપરથી કાચા લીંબુ પણ ઉતારી દેતા હતા અને ખેડૂતો માર્કેટિંગ યાર્ડ તરફ દોડી જતાં હતાં.

ખેડૂતોની વાત કરીએ તો લીંબુના ભાવ વધારે આવશે. એવી લાલચથી માર્કેટિંગ યાર્ડમાં તેમનું ઉત્પાદન લઇ જતા હતા. ત્યારે લીંબૂના ભાવમાં ધરખમ રીતે ઘટાડો થતો જોવા મળ્યો હતો. એવી જાણ થતાં ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજથી ત્રણ વર્ષ પહેલા તેમણે 120 વીઘા ની અંદર આવેલા લીંબુ પાંચ રૂપિયાના ભાવે વહેંચ્યા હતા.

ત્યારે ખૂબ જ નુકસાન સહન કર્યું હતું.બીજી બાજુ અત્યારના સમયમાં એ જ લીંબુના ભાવ 400 રૂપિયે કિલો પહોંચ્યા છે, ત્યારે મધ્યમ વર્ગને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે લીંબુના ભાવ માં હાલ ધીમેધીમે ઘટાડો થતો જોવા મળ્યો છે ત્યારે ગૃહિણીઓએ હાંશકારો અનુભવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *