ગાંધીનગરમાં એક્સેસ સવાર 20 વર્ષની યુવતીને એક કારચાલકને લગાવી જબરદસ્ત ટક્કર – સારવાર દરમ્યાન યુવતીનું કરુણ મૃત્યુ…

Published on: 10:12 am, Sun, 5 June 22

ગાંધીનગરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથક નજીક વળાંક પાસે ઓલપાડ ઝડપે કાર ચલાવનાર વ્યક્તિએ એક્સેસ ચાલક મહિલાને જબરદસ્ત પર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં 20 વર્ષીય યુવતીનું કરુણ મૃત્યુ થયું હતું.

અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં અદિતિ નામની 20 વર્ષીય યુવતીની કરૂણ મૃત્યુ નિપજયુ છે.

અદિતિ ગાંધીનગરના સેક્ટર 15માં આવેલી આઈઆઈટીમાં બીએસસીબીએડના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. શુક્રવારના રોજ બપોરના સમયે અદિતિ પોતાની એક્સેસ લઈને ઘરેથી સેક્ટર 21માં જઈ રહી હતી. આ દરમિયાન સેક્ટર 21 પોલીસ મથક નજીક એક વળાંક પાસે GJ 01 RK 7694 નંબરની પુરપાટ ઝડપે જતી કારે પુરપાટ ઝડપે અચાનક ટર્ન લીધો હતો.

જેના કારણ કારચાલકે એક્સેસ પર સવાર અદિતિને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં અદિતીના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ અદિતિને સારવાર માટે તાત્કાલિક ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં અદિતીના પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને અદિતિને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અદિતિ નું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને અદિતીના પરિવારની ફરિયાદના આધારે સેક્ટર-21 પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગાંધીનગરમાં એક્સેસ સવાર 20 વર્ષની યુવતીને એક કારચાલકને લગાવી જબરદસ્ત ટક્કર – સારવાર દરમ્યાન યુવતીનું કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*