વોટરપાર્કમાં સ્લાઈડમાંથી નીચે આવતી યુવતીનો પગ યુવકના માથા પર વાગ્યો, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો

Published on: 10:55 am, Sun, 5 June 22

હાલમાં સોશિયલ મીડિયામાં વોટરપાર્કમાં બનેલી એક ખતરનાક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વોટરપાર્કમાં એક યુવતી સ્લાઈડ પરથી નીચે આવી રહી છે.

આ દરમિયાન યુવતી પાણીમાં ઊભા રહેલા યુવક સાથે અથડાય છે. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર યુવક પાણીમાં જ બેભાન થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

આ ઘટના બનતા જ આસપાસ ઉભેલા લોકો તાત્કાલિક યુવક પાસે પહોંચી ગયા હતા અને તેની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટના ચાર-પાંચ દિવસ જૂની છે. આ ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી નથી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ઝાલાવાડ શહેરના વોટરપાર્કમાં બની હતી.  મળતી માહિતી અનુસાર એક યુવક પોતાના મિત્રો સાથે ઝાલાવાડના વોટરપાર્કમાં આવ્યો હતો. તે પાણીમાં ઊભો રહીને પોતાના મિત્રો સાથે મોજ મસ્તી કરી રહ્યો હતો.

આ દરમિયાન સ્લાઈડ પરથી નીચે આવી રહેલી યુવતીનો પગ પાણીમાં ઊભેલા યુવકને વાગી ગયો હતો. આ ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર હાલમાં યુવકની તબિયત સારી છે. આ સમગ્ર ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નથી. સમગ્ર ઘટનાને લઇને વોટરપાર્ક ના માલિકનું કહેવું છે કે આ વિડીયો ખોટો છે આવી કોઈ ઘટના બની જ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!