અમદાવાદમાં માનવંતા ભુલાઈ ગઈ, અકસ્માતમાં મૃત્યુ પામેલા પતિ-પત્નીના મૃતદેહને પાસેથી લોકોએ પૈસા અને મોબાઇલની ચોરી કરી…

Published on: 5:24 pm, Sat, 4 June 22

હજુ પણ ગુજરાતમાં અકસ્માતના બનાવોની ઘટના વારંવાર સામે આવતી હોય છે. એવો જ એક બનાવ જે અમદાવાદમાં બનવાથી સમગ્ર અમદાવાદીને હચમચાવી દીધા છે. અત્યારે ઘટના વિશે વાત કરીશું તો શનિવારની મોડી રાત્રે અમદાવાદીઓ જયારે ગાઢ નિદ્રામાં હતાં ત્યારે એક ભયંકર અકસ્માત સર્જાયો. જેનાથી નવપરિણીત દંપતિનું કમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે. આ ઘટનાએ સમગ્ર અમદાવાદીઓને હચમચાવી દીધા છે.

ત્યારે શહેરમાં સોલા ઓવરબ્રિજ પર ઓવર સ્પીડમાં જતી સ્વીફ્ટ ડિઝાયર tvs પર જઈ રહેલા એક યંગ કપલને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. વિસ્તૃતમાં જણાવીશ તો કારની ટક્કર એટલી ખતરનાક હતી કે સ્કૂટર પહેલા અનેક ફૂટ સુધી ઘસડીને પછી પતિ-પત્ની ઉડીને બ્રિજની નીચે પટકાયા હતા અને બ્રિજ પર અંદાજે સો ફૂટ સુધી ઘસડાઈ હતી અને વાત કરીએ તો નીચે પટકાયેલા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું છે.

એટલું જ નહીં પરંતુ લોકોએ તો એ મૃતદેહોને 108 ને જાણ કરવાને બદલે તેમનાં પૈસા પણ ચોરી લીધા. આ મૃતદેહના પરિવાર વિશે વાત કરીશું તો અમદાવાદના ચાંદખેડામાં આસ્થા સ્ક્વેર સોસાયટીમાં રહેતા હસમુખભાઇ રામજીભાઈ વાણીયા કે જેઓ પોલીસમા સાહેબ રીટાયર થયા છે.

તેમને મોટી બે દીકરીઓ અને એક દીકરો નાનો દ્વારકેશ પરિવારમાં હતા. દીકરો દ્વારકેશ 34 વર્ષીય કે જેમના હજુ બે મહિના પહેલા જ 32 વર્ષીય દીકરી જુલી સાથે લગ્ન થયા હતા. આ બન્ને દંપતીઓ હસી ખુશી તેમની નવી જિંદગીની શરૂઆત કરી રહ્યા હતા એવામાં તેમના સપના અધૂરા રહ્યા.

અકસ્માત એટલો જોરદાર થયો હતો કે જેમાં કારે એટલી ભયંકર રીતે ટક્કર લગાવી હતી કે સ્કૂટર રોડ પર અનેક ફૂટ સુધી ઘસડી આવ્યું હતું. દંપતી બ્રિજ નીચે પટકાયા બાદ એ બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને પટકાયો હોવાથી પેટમાંથી આંતરડા બહાર આવી ગયા હતા. ઘડીક વાર ની ઘટનામાં તો પરિવારને વેર-વિખેર કરી દીધો.

જાણકારી મેળવ્યા બાદ દ્વારકેશ ના મિત્ર સ્વપ્ન ધટના વિશે એવો ચોંકાવનારો આરોપ પણ મૂક્યો હતો કે જેમાં તેમણે જણાવ્યું હતું કે અમને પાછળથી ખબર પડી કે દ્વારકેશ જ્યાંથી જમી ને નીકળ્યો એના અડધા કલાક પહેલાં જ તેણે એક 80-90 હજાર રૂપિયાનું પેમેન્ટ પણ લીધું હતું.

જ્યારે દ્વારકેશ નીચે પડ્યો તે રૂપિયા પણ વેરાઈ ગયા હતા અને પબ્લિક તો તેનો લાભ ઉઠાવી બધા પૈસા ચોરી પણ લીધા હતા. જ્યારે પરિવારમાં આ બંનેના અકસ્માતની જાણ થઈ ત્યારે તેમના માતા-પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા અને સરકાર પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં માનવંતા ભુલાઈ ગઈ, અકસ્માતમાં મૃત્યુ પામેલા પતિ-પત્નીના મૃતદેહને પાસેથી લોકોએ પૈસા અને મોબાઇલની ચોરી કરી…"

Leave a comment

Your email address will not be published.


*