પુત્રની નજર સામે નદીમાં નાહવા પડેલા પિતાને મગર સાથે લઇ ગઈ,પિતાના ની શોધખોળ ચાલુ…

Published on: 9:33 am, Sun, 5 September 21

આજકાલ એવા બનાવો બની રહ્યા છે જેને જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે ત્યારે તેઓ જ એક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટના વડોદરાની છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસેના નીમાને ગામડી ગઈકાલે ઓરસંગ નદીમાં નાહવા પડેલા એક વૃદ્ધ વ્યક્તિને મગર નદીમાં પાણી ગયો તેવી ઘટના સામે આવી છે.

નદીના કાંઠે બેઠેલા પુત્રની નજર સામે જ મગર તેના પિતાને નદીના ઊંડા પાણીમાં લઇ ગયો. મળતી માહિતી મુજબ શનિવારના રોજ બપોરના સમયે નાવા ગયેલા એક વૃદ્ધ વ્યક્તિને મગર નદીના પાણીમાં પોતાની સાથે લઇ ગયો હતો.

હજુ પણ તે વ્યક્તિ ની શોધખોળ શરૂ છે. મળતી માહિતી મુજબ શનાભાઈ માધાભાઈ વસાવા (ઉંમર 47) ઓરસંગ નદીમાં બપોરના સમયે નાહવા ગયા હતાં.

તે સમયે તેનો પુત્ર પણ તેમની સાથે હતો પરંતુ પુત્ર નદીના કિનારે બેઠો હતો.  ત્યારે પુત્રની નજર સામે જ એક મગર તેના પિતાને નદીના ઊંડા પાણીમાં સાથે લઇ ગયો હતો.

આ ઘટના બનતા જ તાત્કાલિક પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મોડી સાંજ સુધી નદીના પાણીમાં શનાભાઈ ની શોધખોળ ચાલુ હતું પરંતુ હજુ પણ તે મળ્યા નથી.

મળતી માહિતી મુજબ ઓરસંગ નદીમાં ત્રણ મગર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ જે વ્યક્તિને પાણીમાં લઇ ગયો છે હજુ તે જીવતો છે કે મૃત્યુ પામ્યો છે તેની કોઈ પણ ખબર સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પુત્રની નજર સામે નદીમાં નાહવા પડેલા પિતાને મગર સાથે લઇ ગઈ,પિતાના ની શોધખોળ ચાલુ…"

Leave a comment

Your email address will not be published.


*